તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રારંભ:સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત વડગામના સમશેર તળાવમાં કારગીરી શરૂ કરાઇ

પાલનપુર13 દિવસ પહેલા
 • બનાસકાંઠા જિલ્લામાં આશરે 900થી વધુ તળાવ ઊંડા કરાશે
 • જિલ્લા નાયબ વિકાસ અધિકારીએ પૂજાઅર્ચના સાથે કારગીરીનો પ્રારંભ કરાવ્યો

સમગ્ર રાજ્યમાં 01 એપ્રિલથી ચોથા તબક્કાના સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના સમશેર તળાવમાં જિલ્લા નાયબ વિકાસ અધિકારીએ દેસાઈ સાહેબના અધ્યક્ષ સ્થાને વિધિવત રીતે પૂજાઅર્ચના સાથે તળાવ ઉંડુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં વડગામ મામલતદાર તેમજ સર્વે અધિકારી હાજર રહી આવેલ મહેમાનોનું તલાટી અને સરપંચ દ્વરા ફુલ હાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં આશરે 900થી વધુ તળાવ ઊંડા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પુરા થવાથી લાખો લીટર પાણીનો સંગ્રહ કરી શકાશે. જેમાં જમીન તળ રિચાર્જ થશે વડગામ તાલુકામાં 50 જેટલા તળાવ ઊંડા કરવામાં આવશે જેથી આવનાર સમયમાં વડગામ તાલુકાના ખેડૂતોને મોટો ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો