તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:પાલનપુરમાં ટ્રકે એક્ટિવાને અડફેટે લેતાં મહિલાનું મોત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના માનસરોવર ફાટક નજીક ગુરુવારે સવારે ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં એક્ટિવા સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે તેના પતિ અને પુત્રને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડયા હતા. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજસ્થાનના અને હાલ પાલનપુર તાલુકાના કરજાેડા ગામે રહેતા રેલવેના ગેંગમેન તરીકે ફરજ બજાવતાં યોગેશભાઈ ચંડાળ તેમની પત્નિ વનીતાબેન અને પુત્ર સાથે એક્ટિવા ઉપર પાલનપુર આવી રહ્યા હતા. તે સમયે પાલનપુર માનસરોવર રોડ પર એક ટ્રકના ચાલકે ગફલતભરી રીતે ડ્રાયવિંગ કરી એક્ટીવાને ટક્કર મારી હતી.

એક્ટીવા ઉપર સવાર વનીતાબેન નીચે પડી ગયા હતા. તે સમયે ટ્રક ચાલકે વનીતાબહેનને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જેના પગલે આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ જતા ટ્રક ચાલક પોતાનો ટ્રક મુકી નાશી ગયો હતો.આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતક મહીલાને પીએમ અર્થે ખસેડી તેના પતિની ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા ચક્રો ગતીમાન કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો