દુ:ખદ:ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં મોડી રાત્રે વીજળી પડતા એક મહિલાનું મોત, બે દિકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલાના મોતથી બે માસુમ દિકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી - Divya Bhaskar
મહિલાના મોતથી બે માસુમ દિકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી
  • વીજળીના કડાકાથી આજુબાજુના ઘરોમાં અભરાઈ પરથી વાસણો નીચે પડી ગયા
  • ડીસામાં ગત મોડી રાત્રે લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો

બનાસકાંઠાના ડીસામાં ગત મોડી રાત્રે લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં ચંદ્રલોક સોસાયટી પાસે એક રહેણાંક મકાનમાં આકાશી વીજળી પડતા એક મહિલાનું મોત થયું હતું. જેમાં બે માસુમ દિકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી હતી. વીજળી એટલા અવાજ સાથે પડી હતી કે આજુબાજુના ઘરના વાસણો પણ અભરાઈ પરથી નીચે પડી ગયા હતા. જ્યારે ગઇકાલે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે વીજળી 42 વર્ષીય મહિલાનું મોત થયું હતું.

મોડી રાત્રે ડીસા શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો
ડીસામાં લાંબા વિરામ બાદ ગત મોડી રાત્રે વરસાદી માહોલ બંધાયો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ મોડી રાત્રના સમયે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ચંદ્રલોક સોસાયટી પાસે રહેતા વિજાબેનના ઘર પર પણ આકાશી વીજળી પડી હતી. તે સમયે અચાનક વીજળી આ મહિલા પર પડતા તેનું મહિલાનું મોત થયું હતું.

ડીસામાં વીજળી પડતાં મહિલાનું મોત
ડીસામાં વીજળી પડતાં મહિલાનું મોત

બે માસુમ દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો
મહિલાનું મોત થતા બે માસૂમ દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો હતો. બનાવને પગલે મૃતક મહિલાની લાશને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. મોડી રાત્રે એટલા જોરદાર વીજળીના કડાકા થયા હતા કે આજુબાજુના ઘરોમાં અભરાઈ પરથી વાસણો પણ નીચે પડી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.

ગઇકાલે અમરેલીના ગુંદરણ ગામમાં વીજળી ​​​​​​​પડતાં મહિલાનું મોત થયું હતું
ગઇકાલે અમરેલી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થઇ હતી. જેમાં લીલીયા તાલુકાના ગુંદરણ ગામમાં વીજળી પડી પડતાં 42 વર્ષીય વિમળાબેન અમરસિંગ્ભાઈ ચુડાસમા નું મોત થતાં સમગ્ર પંથકમાં માતમ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...