તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે તો સમજો:વડગામની મહિલાનો કોરોના રીપોર્ટ આવે તે પહેલાં જ મોત,નવા 24 કેસ

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલનપુર 10, ડીસા 9, થરાદ 3 વડગામ દિયોદર 1-1,એક્ટિવ કેસ 156

જિલ્લામાં કોરોનામાં નવા 24 કેસ નોંધાયા છે જેમાં પાલનપુરના જુદા જુદા પોશવિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે. અનેક હાઈવેની સોસાયટીઓમાં કેસો સામે આવ્યા છે જ્યાં વધુ નવા 10 કેસ, ડીસામાં 9 કેસ, થરાદના અલગ અલગ ગામોમાં 3 કેસ જ્યારે વડગામ દિયોદરના ગ્રામીણ વિસ્તારોમાં 1-1 કેસ નોંધાયા છે. તો બીજીબાજુ વડગામ તાલુકાના મેતા ગામની મહિલા મહિલાનો કોરોના રિપોર્ટ આવે તે પહેલાં મોત થયું છે.

વડગામ તાલુકાના આરોગ્ય સૂત્રોએ જણાવ્યું હતું કે મેતા ગામના મણીબેન મેતીયા શુક્રવારે સાંજે વધુ બીમાર થતા તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ત્યાર બાદવધુ તબિયત બગડતા મણીબેન મેતીયાનું મોત નીપજ્યું હતું.પાલનપુર સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 40 જેટલા કોરોના દર્દી સારવાર હેઠળ સારવાર લઇ રહ્યા છે.જેમાં 33 કોરોના પોઝિટિવ અને 7 દર્દી શંકાસ્પદજોવા મળ્યા હતા જેમાં ઓક્સિજન પર 8 બાયપેપ પર 3 દર્દીઓ હાલ છે.

પાલનપુરના મંદિરોમાં વેક્સિનેશન કેમ્પ
પાલનપુર શહેરના વાલ્મિકીપુરામાં લીલાશાહ મહારાજ મંદિર, હરિઓમ સોસાયટી ખાતે ચામુંડા મંદિર, કોલેજ કમ્પાઉન્ડમાં અંબાજી મંદિર, મોદીનગરમાં ગણપતિ મંદિરમાં વેકસિનેશન કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં 45 ઉંમરની વ્યક્તિઓ રસી લીધી હતી. જોકે રેગ્યુલર વેકસિનેશન થાય છે તેવા પોલીસ હેડક્વાર્ટરમાં માત્ર સ્ટાફ જોવા મળ્યો હતો. જ્યાં વેક્સિન લેવા દર્દીઓ નહિવત હતા. સરકારે 28 દિવસના બદલે 45 દિવસે બીજો ડોઝ આપવાનું જાહેર કરતાં વેક્સિનેશન સેન્ટર પર બીજો ડોઝ લેવા આવતાં લોકો જીદ કરીને વેક્સિન લઇ લેતા જોવા મળ્યા હતા. વડીલોએ 17 દિવસની રાહ જોવાનું ટાળ્યું હતું. જ્યારે કેટલીક જગ્યા પર વડીલોને 17 દિવસ પછી વેકસીન લેવા આવવાનું જણાવાયું હતું.

ભગવાનને ઘરે જ ભજો,નહીં તો કોરોના ભરખી જશે
એકબાજુ કોરોનાના કેસ વધી રહ્યા છે જેથી સરકારે મેળા બંધ પર પ્રતિબંધ લાદ્યો છે. છતાં લોકો બેફામ ફરી રહ્યા છે.ડીસાના કુંપટ ગામે શનિવારે શિતળા સાતમ નિમિત્તે લોકો ઊમટી પડ્યા હતા.આ ઉપરાંત થરાદ-ડીસા હાઇવે પર આવેલ લુણાવા ગામે શીતળા માતાના મંદિરે શનિવારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા.

જિલ્લામાં કોરોના સંક્ર્મિતો
મહિલા(ઉ.વ-37),વડગામ
પુરુષ (ઉ.વ.22),પાલનપુર
પુરુષ (ઉ.વ.22),પાલનપુર
પુરુષ (ઉ.વ.45),પાલનપુર
મહિલા (ઉ.વ.39),પાલનપુર
પુરુષ(ઉ.વ.13),પાલનપુર
મહિલા(ઉ.વ.51),પાલનપુર
પુરુષ(ઉ.વ.30),પાલનપુર
પુરુષ(ઉ.વ.55),પાલનપુર
પુરુષ(ઉ.વ.17),દિયોદર
પુરુષ(ઉ.વ.21),થરાદ
પુરુષ(ઉ.વ.28),થરાદ
પુરુષ(ઉ.વ.40),થરાદ
પુરુષ(ઉ.વ.36),પાલનપુર
પુરુષ(ઉ.વ.45),પાલનપુર
પુરુષ(ઉ.વ.45),ડીસા
મહિલા(ઉ.વ.42),ડીસા
મહિલા(ઉ.વ.26),ડીસા
પુરુષ(ઉ.વ.38),ડીસા
પુરુષ(ઉ.વ.57),ડીસા
પુરુષ(ઉ.વ.24),ડીસા
પુરુષ(ઉ.વ.45),ડીસા
પુરુષ(ઉ.વ.32),ડીસા
મહિલા(ઉ.વ.40),ડીસા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો