• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • With The General Election Of Thara Palika Today, Ward No. 3 Declared Uncontested, Voting In The Remaining Five Wards, 48 Candidates In The Fray.

ચૂંટણી:આજે થરા પાલિકાની સામાન્ય ચૂંટણી, વોર્ડ નં 3 બિન હરીફ જાહેર થતાં હવે બાકી રહેલા પાંચ વોર્ડમાં મતદાન, 48 ઉમેદવારો મેદાનમાં

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આજે થરા પાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. અગાઉ વોર્ડ નં 3 બિન હરીફ જાહેર થતાં હવે બાકી રહેલા 5 વોર્ડમાં મતદાનની પ્રક્રિયાને આખરી ઓપ અપાયો છે. પાલિકાની ચૂંટણીમાં 48 ઉમેદવારો હવે મેદાનમાં છે. જેમાં ભાજપના 20,કોંગ્રેસના 19 અને આપના 9 ઉમેદવારો મેદાનમાં છે. શિહોરી મામલતદાર કચેરીમાં મુખ્ય ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર એફ.વી.બાબીએ બેઠક યોજી દરેક બુથો પર ઝોનલ ઓફિસર અને પ્રિસાઈડિંગને મતદાન મથકો પર ખાસ ધ્યાન રાખીને મતદારોને મતદાન કરવા માટે જાણકારી આપી હતી.

થરા પાલિકાની ચૂંટણીમાં ભાજપ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે. રવિવારે સવારે આઠ વાગ્યે મતદાન શરૂ થશે. પાંચમી તારીખે મંગળવારે પરિણામ જાહેર કરાશે.પૃથ્વીરાજ વાઘેલાને વોર્ડનં ત્રણ માં બિન હરીફ જાહેર થયા છે. જોકે થરાપાલિકાની ચૂંટણીનો ત્રિપાંખિયો જંગનું ચિત્ર જોવા મળી રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે "થરા પાલિકાની ચૂંટણી વોર્ડ નં 3 બિન હરીફ જાહેર થતાં હવે 1,2,4,5અને6 નંબરના વોર્ડમાં મતદાનમાં યોજાશે જેમાં 15 મતદાન મથકો અને 15 ઇવીએમ મુકાશે અને 10 ઇવીએમ રિઝર્વ મળી 25 ઇવીએમ થરા નગરપાલિકા ચૂંટણીમાં રાખવામાં આવશે."2 મતદાન મથકો સંવેદનશીલ 15 મતદાન મથકોમાં સદુભા પાટી અને સી. એમ. ગર્લ્સ હાઇસ્કુલના બંને મતદાન મથકો સંવેદનશીલ હોવાથી દિયોદર DYSP પી.એચ. ચૌધરી દ્વારા પોલીસ બંદોબસ્ત સઘન બનાવાયો છે. જેમાં 1 dysp.1 P.I.5 પીએસઆઇ.162 પોલીસ જવાનો અને 8 SRP જવાનો તેમજ 28 જીઆરડી જવાનો તૈનાત રહેશે.

ધાનેરાની એક વોર્ડ માટે 100 થી વધુ જવાનો 4 બુથ ઉપર ખડકી દેવાયા ધાનેરા વોર્ડ4ના એક બેઠકની પેટા ચૂંટણીનું મતદાન લાધાપુરા પ્રા.શાળા ખાતે ચાર બુથમાં યોજાનાર છે. 1533 પુરુષ તથા 1588 સ્ત્રી મતદારો મળી ને કુલ 3121 મતદારો છે. 16 ચૂંટણી કર્મચારીઓ ની સાથે SRP જવાનો- 11, પોલીસ જવાનો -78, હોમગાર્ડ- 13, PSI- 2, PI -1 તથા ASP- 1 એમ કુલ 106 નો પોલીસકર્મીઓ ફરજ બજાવશે.

પેટા ચૂંટણીની સ્થિતિ ધાનેરા પાલિકાના વોર્ડનં 4માં એક બેઠક માટેની પેટા ચૂંટણીમાં, જ્યારે પંચાયતની જુદી જુદી બેઠકોમાં એક એક બેઠક પર ચૂંટણી યોજાવાની છે જેમાં પાલનપુરની મડાણા (ગઢ), દાંતાની જીતપુર, કુંભારીયા, અમીરગઢની ધનપુરા, દાંતીવાડાની નાંદોત્રા અને ગોઢ બેઠકનો સમાવેશ થાય છે જેમાં ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવારો ઉભા રહ્યા છે. એક માત્ર જીતપુર બેઠક પરજ આપનો ઉમેદવાર પક્ષ દ્વારા ઉભો રાખવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...