રજૂઆત:પાલનપુર એરોમાં સર્કલના ટ્રાફિકને લઈ આજે આવેદનપત્ર આપશે

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર કચેરી ખાતે અગ્રણીઓએ બેઠક યોજી શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની ચર્ચાઓ કરાઈ

પાલનપુર એરોમાં સર્કલ પર ટ્રાફિક વધવાને લઈ એમ્બ્યુલસ ટ્રાફિક માં ફસાઈ જવા પામી હતી તેમ જ શહેરમાં આવતા ધંધાર્થીઓ અવારનવાર ટ્રાફિક માં ફસાઈ જતા હતા જેને લઇને પાલનપુરના ટ્રાફિકનું નિવારણ કરવા માટે જન આંદોલન કરશે.જેને લઈ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

પાલનપુર શહેરમાં પ્રવેશતાની સાથે એરોમા સર્કલ ઉપર અમદાવાદ , આબુરોડ, ડીસા અને શહેરમાંથી બહાર તરફ જવાના એરોમાં સર્કલ પર અવારનવાર ટ્રાફિક વધતું રહે છે જેને લઇ છેલ્લા ઘણા દિવસોથી એરોમા સર્કલ પર ટ્રાફિકએ માઝા મૂકી છે જેને લઈને અવારનવાર ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ સહિતના ધંધાર્થીઓને ટ્રાફિકમાં કલાકો સુધી રાહ જોવી પડી છે જેને લઈ પાલનપુરમાં મંગળવારે જન આંદોલનના ભાગરૂપે શહેરના પ્રબુદ્ધ નાગરિકો, ડોક્ટર એસોસિયન,વકીલ એસોસિયન, વેપારી એસોસીએશન,ટ્રાન્સપોર્ટ એસોસિએશન, વિવિધ એનજીઓ તેમજ જાગૃત નાગરિકોની કલેકટર ઓફિસ ખાતે મીટીંગ યોજાઇ હતી તેમાં ટ્રાફિક સમસ્યાને ઉકેલ લાવવા માટે મંગળવારે કલેકટર તેમજ એસ.પી.ને આવેદનપત્ર પણ પાઠવશે.

અન્ય સમાચારો પણ છે...