• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Wildlife Conservation Awareness Seminar Was Held At Dantiwada Agricultural University Under The Chairmanship Of Minister Kirtisinh Vaghela

સેમિનાર:દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વન્યજીવ સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન્યજીવ સૃષ્ટિનું જતન કરી લાંબુ અને તંદુરસ્ત જીવન જીવીએ: મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા

વન્યપ્રાણી સપ્તાપહની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વન્યજીવ સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

બનાસકાંઠા વન વિભાગ દ્વારા યોજાયેલ આ સેમિનારમાં મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ સમગ્ર જીવ સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન વિશે વાત કરતાં જણાવ્યું કે, હજારો-કરોડો વર્ષોથી આ સૃષ્ટિ નું ચક્ર કુદરતના ક્રમ પ્રમાણે ચાલે છે. કુદરતની ચેનલ પ્રમાણે સર્જન-વિસર્જન થાય છે. આ સૃષ્ટિ પર માત્ર માણસોનો જ નહીં, બધા જ જીવજંતુઓ, સજીવોને જીવવાનો અને મુક્ત રીતે વિહરવાનો અધિકાર છે. માણસે હવા, પાણી સહિત વાતાવરણને દૂષિત કરતા ક્લાઇમેન્ટ ચેન્જના નવા પડકારો સર્જાયા છે અને તેની માનવ જીવન પર વિપરીત અસરો પણ પડી છે. વરસાદની અનિયમિતતા, પૂર, દુષ્કાળ એ ક્લાયમેન્ટ ચેન્જની અસરો છે. મંત્રીએ જણાવ્યું કે, માનવ શરીરને જીવવા માટેની પ્રથમ જરૂરીયાત પ્રાણવાયું હવા છે.

બીજી પાણી અને ત્રીજી ખોરાક છે ત્યારે શુધ્ધ હવા મળે તે માટે જંગલો અને વન્યજીવ સૃષ્ટિપનું જતન-સંવર્ધન કરવું ખુબ જરૂરી છે. તેમણે કહ્યું કે, પહેલાંના સમયમાં હર્યાભર્યા જંગલો અને ફળદ્રુપ ભારત ભૂમિમાં ઋષિ-મુનિઓ શુધ્ધ ઓક્શિજનના સહારે 100 વર્ષથી વધારે આયુષ્યો ભોગવતા હતાં. આપણે પણ વન્યજીવ સૃષ્ટિજનું જતન કરી લાંબુ અને તંદુરસ્ત જીવન જીવીએ. આ પ્રસંગે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.આર.એમ.ચૌહાણે પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ પ્રમાણે વસુધૈવ કુંટુંબકમની ભાવના કેળવી સમગ્ર જીવસૃષ્ટિ નું જતન કરીએ. વનસ્પતિઓ અને પ્રાણીઓની ઘણી પ્રજાતિઓ લુપ્તે થવાના આરે આવીને ઉભી છે ત્યારે તેમનું જતન કરવું એ માનવીના ભવિષ્ય માટે ખુબ જરૂરી છે.

ગાંધીનગર વર્તુળના વન સંરક્ષક ર્ડા. બી. સુચિત્રાએ જણાવ્યું કે, ગુજરાત વાઇલ્ડ લાઇફ દ્વારા દર વર્ષે તા. 2 જી ઓક્ટોબરથી 8 ઓકટોબર દરમિયાન વન્યપ્રાણી સપ્તાવની ઉજવણી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની નીતિઓને કારણે ગુજરાતની વન સંપતિ અને ગુજરાતના ગૌરવ સમા એશિયાટીક સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે કહ્યું કે, વાઇલ્ડ લાઇફ ક્રાઇમ એ ઇન્ટરનેશન ક્રાઇમ ગણાય છે ત્યારે પ્રાણીઓના સંવર્ધન માટે આપણે સૌ જાગૃત બની આ સુંદર ધરતીને જંગલો અને વન્યપ્રાણીઓથી વધુ સુંદર બનાવીએ.

અન્ય સમાચારો પણ છે...