તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવેદન:અલ્પેશ ઠાકોરે એમ કેમ કહ્યું કે, 'જે પાર્ટી કોઈ સમાજની અવગણના કરે છે તેને જવાબ મળી જતો હોય છે'

પાલનપુરએક મહિનો પહેલા
  • બનાસકાંઠાના ડીસામાં ઠાકોર સેનાની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ

બનાસકાંઠાના ડીસામાં આજે ઠાકોર સેનાની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમ અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા. અલ્પેશ ઠાકોરને જ્યારે ગુજરાત ભાજપ સંગઠનમાં ઠાકોર સમાજની અવગણનાને લઈ સવાલ પૂછાયો ત્યારે તેમણે કહ્યું કે, જે કોઈ પાર્ટી કોઈ સમાજની અવગણના કરતી હોય છે ત્યારે તેને જવાબ મળી જતો હોય છે.

બનાસકાંઠા જિલ્લા ઠાકોર સેનાની કારોબારી બેઠક ડીસા પાસે લેબજી ઠાકોરના કોલ્ડસ્ટોરેજ પર યોજાઈ હતી. જેમાં ઠાકોર સેનાના સુપ્રીમો અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા.આ બેઠકમાં જિલ્લાભરમાંથી મોટાભાગના ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિતમાં યોજાયેલ કારોબારીની બેઠકમાં સમાજમાં શિક્ષણ,સંગઠન અને વ્યસનમુક્તિ સાથે રાજનીતિ માં એકજૂથ થવાની ચર્ચા ઓ થઈ હતી.

ઠાકોર સમાજની બેઠકમાં હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે ભારતમાલા પ્રોજેક્ટને લઈને પણ કોઈને અન્યાય થાય તો લડત માટે આગળ આવવાની તૈયારી બતાવી છે.

અન્ય સમાચારો પણ છે...