તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:સેવા કરતી વખતે જાણ્યું કે,ગરીબ પરિવારોનું કોઇ નથી તો વિનામૂલ્યે કોવિડ હેલ્પ સેન્ટર ઊભુ કર્યુ

પાલનપુર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલનપુર નિ:સ્વાર્થ સેવા સંગઠન અને ક્ષત્રિય ઠાકોર યુવા ટ્રસ્ટની પહેલ

કોરોના પોઝિટિવ દર્દીઓ અને તેમના પરિવારજનોની સેવા કરતી વખતે જાણવા મળ્યું કે, હોસ્પિટલોમાં બેડ ન મળવાથી ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. ઘરે જઇ પરિવારના અન્ય સભ્યોને પણ સંક્રમિત કરી રહ્યા છે. સારવારના અભાવે દર્દીઓના મોત થતાં પરિવારના પરિવારો નોંધારા બની રહ્યા છે. તો આવા ગરીબ પરિવારજનો માટે વિના મૂલ્યે કેમ કોવિડ હેલ્પ સેન્ટર શરૂ ન કરવું જેનો વિચાર મુકતાં સંગઠનના સભ્યોએ કાર્ય ઉપાડી લીધુ અને પાલનપુરમાં વિના મૂલ્યે કોવિડ હેલ્પ સેન્ટર ઉભુ કરાયું છે. તેમ નિ:સ્વાર્થ સેવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ ઠાકોરે જણાવ્યું હતુ.

પાલનપુરમાં ગઠામણથી ગોબરીરોડ નજીક નિ:સ્વાર્થ સેવા સંગઠન અને ક્ષત્રિય ઠાકોર યુવા વિકાસ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાલનપુરમાં 18 બેડ સાથેનું કોવિડ હેલ્પ સેન્ટર ઉભુ કરાયું છે. આ અંગે સંગઠનના પ્રમુખ તેમજ વલ્ડ બુક ઓફ રેકોર્ડના ગુજરાતના વાઇસ પ્રેસીડન્ટ નિતિનભાઇ ઠાકોરે જણાવ્યું હતુ. કે, પ્રવિણભાઇ ઠાકોર, ડો. સુરેન્દ્રભાઇ ગુપ્તા, દલજીભાઇ ઠાકોર, દશરથભાઇ એલ. ઠાકોર સહિતના સેવાભાવીઓની મદદથી શરૂ કરવામાં આવેલા આ કોવિડ હેલ્પ સેન્ટરમાં 18 બેડ મુકવામાં આવ્યા છે.

જ્યાં કોવિડના નિયમો સાથે નિષ્ણાંત તબીબ દ્વારા દર્દીઓનું ઓક્સિજન લેવલ, બ્લડ પ્રેસર માપી સારવાર આપવામાં આવશે. સવાર- સાંજ બે ટાઇમ ઉકાળો તેમજ દર્દી અને તેમના સગાઓને વિના મૂલ્યે ભોજન આપવામાં આવશે. આ ઉપરાંત એક્યુપંચર પધ્ધતિથી દર્દીઓનું ઓક્સિજન લેવલ જળવાય તેવી સારવાર પણ અપાશે.

બેડની સંખ્યા 43 કરવામાં આવશે
વર્તમાન સ્થિતિમાં ગરીબ પરિવારોને મદદરૂપ થઇ શકે તેવું આ કોવિડ હેલ્પ સેન્ટર રૂપિયા 50,000ના ખર્ચે ઉભુ થયું છે. જેની બાજુમાં આવેલા હોલમાં પણ બેડ મુકી સંખ્યા 43 જેટલી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો