તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ વેદનાની કોઇ કલ્પના ના કરી શકે....:જ્યાં પુત્રની ચિતા સળગી હતી, ત્યાં જ આ મા જાણે લાડકવાયાને બાથમાં ભીડીને સૂતી હોય... તેવી રીતે સૂઈ જાય છે

બનાસકાંઠા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુત્રની ચિતા પાસે સૂતેલી માની તસવીર - Divya Bhaskar
પુત્રની ચિતા પાસે સૂતેલી માની તસવીર

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જુનીરોહ ગામે માતૃપ્રેમની કરુણ વાસ્તવિકતા સામે આવી છે. ગામનાં મંગુબેન ચૌહાણના હર્યાભર્યા પરિવારમાં પતિ શંકરભાઇનું દસ વર્ષ અગાઉ અકસ્માતમાં નિધન થઇ ગયું હતું. તેમની બે પુત્રીઓ, બે પુત્રો પૈકી દીકરીઓ અને એક દીકરાના લગ્ન થઇ ગયાં છે. સૌથી નાનો પુત્ર મહેશ ખૂબ લાડકવાયો હોઇ માતાની નજીક જ રહેતો હતો. માતાની ખૂબ જ સારસંભાળ રાખતો હતો.

મંગુબેન ચૌહાણ
મંગુબેન ચૌહાણ

દરમિયાન ચારેક માસ અગાઉ જુનીરોહ નજીકથી પસાર થતાં રેલવે ટ્રેક નજીક મહેશનો મૃતદેહ મળી આવ્યો હતો. પુત્રની અણધારી વિદાયથી માતા શોકમગ્ન બની ગયા છે. તે ચોધાર આંસુએ રડી રહી છે. અને તેની યાદમાં પુત્રને જે જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. તે સ્મશાનમાં પુત્રની રાખ નજીક સૂઇ જાય છે. ગ્રામ લોકોને ખબર પડે ત્યારે તેમને ત્યાંથી ઘરે લઈ જાય છે.(તસ્વીર: રામલાલ મીણા)