કોરોનાને નોતરૂ:પાંથાવાડા બીઓબીમાં ક્યાં છે સોશિયલ ડિસ્ટન્સ?

પાંથાવાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેન્ક ઓફ બરોડાની શાખામાં સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણ અભાવ છે. લોકો બેન્કના કામ કાજ અંગે બેન્કની બહાર  ટોળામાં ઉભા રહી પોતાના નંબરની રાહ જોતા હોય છે. બેંકમાં સ્ટાફની અછત છે, સિક્યુરિટી સ્ટાફ નથી, કનેક્ટીવીટીની સમસ્યા રહે છે, પ્રિમાઈસિસ નાનું છે. અને બેંકની આ શાખા 60,000થી વધારે ગ્રાહક ધરાવે છે. બેન્કના ગ્રાહક રાકેશભાઈ ચૌહાણે જણાવ્યું કે " હું કેશ લેવા માટે બે કલાકથી વધુ સમય થી ઉભો છે.અહી સેનેટાઈઝર કે સોશિયલ ડિસ્ટન્સનુ કંઈ ધ્યાન રખાતુ નથી. કર્મચારીઓના  ઓળખાણ વાળાને પ્રથમ પ્રવેશ અપાય છે." તો બીજતરફ આ બાબતે બેન્ક કર્મચારી યોગેશ શેગોકર જણાવ્યું કે "લોકલ પોલીસ અને ગ્રાહક સર્પોટ નથી કરી રહ્યા. બનાસકાંઠામાં કોરોના વકર્યો છે ત્યારે બેંક જાણે કે કોરોનાને નોતરૂ આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...