નિરામય મહાઅભિયાન:અમને મળો ત્યારે તમને નહિ લાગે કે CM આગળ બેઠા છો : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાઅભિયાન નિરામય ગુજરાતનો પ્રારંભ કરાવ્યો - Divya Bhaskar
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાઅભિયાન નિરામય ગુજરાતનો પ્રારંભ કરાવ્યો
  • પાલનપુરથી મુખ્યમંત્રીએ નિરામય મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો

શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાલનપુર ખાતે આવી મહાઅભિયાન નિરામય ગુજરાતનો પ્રારંભ કરાવી સભા સંબોધી હતી. ત્યારબાદ બાદરપુરા ઓઇલમિલ ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં જ્યારે તમે અમને મળો ત્યારે તમને એવું નહિ લાગવા દઈએ કે તમે મુખ્યમંત્રી આગળ બેઠાં છો તેમ કાર્યકરોને જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે પાલનપુર ખાતે આવી રાજ્યના લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનીંગથી સારવાર સુધીના મહાઅભિયાન નિરામય ગુજરાતનો રાજ્યવ્યાપી પ્રારંભ પાલનપુર જી.ડી.મોદી કોલેજથી કરાવ્યો હતો.

આ મહાભિયાનમાં બદલાતી જતી જીવનશૈલી, લાઇફસ્ટાઇલ, ખાન-પાન આદતો, સ્ટ્રેસ અને હાઇપર ટેન્શનથી હૃદયરોગ, ડાયાબિટીઝ, કીડનીની બિમારી જેવા રોગોનો ભોગ લોકો બનતા હોય છે. પરંતુ તેનો ખ્યાલ લાંબા સમય સુધી આવતો નથી તેથી ઘણીવાર આવા રોગ ગંભીર અને જાનલેવા બની જાય છે. 30થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના PHC, CHC, અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરાશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ અપાશે.

આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રીનિંગથી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે રૂ.12થી 15 હજારનો ખર્ચ બચશે.નિરામય ગુજરાત' સંદર્ભે પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું. આ યોજનાના રાજ્યવ્યાપી પ્રારંભના સમયે રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીઓ, MLA, MP, સહિત ઇ- માધ્યમથી જોડાયા હતા....વધુ વાંચો અનુસંધાન 2 પર

અન્ય સમાચારો પણ છે...