પરિપત્ર:તલાટી ક્યારે મળશે તે નોટિસ બોર્ડ પર દર્શાવવું પડશે: DDO

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠામાં તલાટી કમ મંત્રીઓની હાજરી બાબતે પરિપત્ર

બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની સેજામાં હાજરી બાબતે મળતી ફરિયાદો અન્વયે જિલ્લા કક્ષાએથી એક પરિપત્ર કરી સૂચના આપવામાં આવી છે કે, ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટી કમ મંત્રીનું નામ- કોન્ટેકટ નંબ૨, કયા વારે, કઈ જગ્યાએ હાજર મળશે તે જણાવવામાં આવેલ છે.

ગ્રામ પંચાયતની નોટીસ બોર્ડમાં તલાટી કમ મંત્રી નક્કી કરેલ દિવસે ગેરહાજર હોય તો વિસ્તરણ અધિકારી (તાલુકા પંચાયત) નો સંપર્ક નંબર પણ આપવામાં આવેલ છે.જેના ઉ૫૨ તલાટી કમ મંત્રીની ગેરહાજરી બાબતે જાણ કરી શકાશે.

તલાટી કમ મંત્રીની ગેરહાજરી બાબતે તાલુકા કક્ષાએ રજીસ્ટર નિભાવી તેમાં નોંધ કરી આ અંગે કરેલ કાર્યવાહીની વિગતો રજીસ્ટ૨માં નોંધવા અને આવી મળેલ ફરિયાદોની વિગત દર માસની 5 મી તારીખે જિલ્લા કક્ષાએ મોકલી આપવા પરિપત્ર કરાયો છે. આના કારણે તલાટી કમ મંત્રીઓની સેજામાં ગેરહાજરી બાબતે લોકોને તાલુકામાં કે જિલ્લામાં ફરીયાદ કરવાની જરૂરીયાત નહી રહે તેમ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...