તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:નળાસર ગામના આરોપીઓને જામીન મળી જતાં 80 પરિવારોએ કલેકટર કચેરી ગજવી

પાલનપુર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રાંત કલેકટરને જમીન પર બેસાડ્યા પરંતુ આવેદનપત્ર ના પાઠવ્યું - Divya Bhaskar
પ્રાંત કલેકટરને જમીન પર બેસાડ્યા પરંતુ આવેદનપત્ર ના પાઠવ્યું
 • રજૂઆત સાંભળવા પ્રાંત અધિકારી જમીન પર બેસી ગયા પણ આગેવાનો જીદ પર અડગ રહ્યા
 • ઓફિસમાં રજામાં હોવાથી કલેકટરને ઘરે મળવાની જીદ બાદ પોલીસે કચેરીનો મેન ગેટ બંધ કરી એડવોકેટ કેવલસિહ રાઠોડ સહિત ટોળાની અટકાયત કરી હેડક્વાર્ટર લઈ ગયા

પાલનપુર તાલુકાના નળાસર ગામના રોહિત સમાજના સામાજિક બહિષ્કાર મામલામાં તમામ 14 આરોપીઓને જામીન મળી જતા ગામના 80 પરિવારો શુક્રવારે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા.જોકે રજા હોવાથી કલેકટરને ઘરે મળવાની જીદ બાદ પોલીસે કચેરીનો મેન ગેટ બંધ કરી દીધો હતો. સમાજના આગેવાનોની રજુઆત સાંભળવા પ્રાંત અધિકારી જમીન પર બેસી ગયા હતા. આખરે 4 કલાકના હંગામા બાદ એડવોકેટ સહિત ટોળાની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર લઈ ગઇ હતી.

નળાસર ગામમાં દલિતોને ગામમાં અનાજની ઘંટીએ દળવાની મનાઈ, વાહનમાં બેસાડવાની મનાઈ અને ગામમાં કોઈ કામ પર બોલાવવા નહીં સહિતના નિયમો અંતર્ગત બહિષ્કાર કરવા મામલે ગામના 14 લોકો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી. જો કે એટ્રોસિટી એક્ટની કલમ મુજબ નોંધાયેલી ફરિયાદમાં તાત્કાલિક જામીન મળી જતા આ બાબતે શુક્રવારે પરિવારોએ ફરીથી 80 પરિવારો સમાજના લોકો અને એડવોકેટ કેવલસિહ રાઠોડ સાથે પાલનપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન આપવા માટે પહોંચ્યા હતા.

જોકે રજા હોવાથી ઓફીસ બંધ હોવાથી જિલ્લા કલેકટરના ઘરે પહોંચી આવેદન આપવા માટે જીદ કરતા જ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. દરમિયાન પ્રાંત કલેક્ટર એસ.ડી. ગીલવા અને એએસપી સુશીલ અગ્રવાલ ઘટના સ્થળે આવ્યાં હતાં.અને દલિત પરિવારોને સમજાવી આવેદન આપવા જણાવ્યું હતું. પરંતુ સમાજના આગેવાનોએ તેઓને ન આપી આવેદનપત્ર કલેક્ટરને હાથમાં આપવાની જીદ પર યથાવત રહેતા આખરે પોલીસે 80 પરિવારના પુરુષોની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા હતા. 3 કલાક સુધી ચાલેલો હંગામો તે બાદ પણ થમ્યો ન હતો. પુરુષોની અટકાયત બાદ મહિલાઓએ કલેકટર કચેરી છોડી ન હતી અને સાંજ સુધી ત્યાંજ બેસી રહી હતી.

ગામમાં સુલેહ શાંતિ ભંગ ન થાય માટે મામલતદાર સમક્ષ જામીન લેવાયા છે
એ. એસ. પી. સુશિલ અગ્રવાલે જણાવ્યું કે નળાસરની ફરિયાદમાં પાલનપુર તાલુકા પોલીસ મથકે 13 શખ્સો સામે એટ્રોસીટી સહિતનો ગૂનો નોંધાયો છે.જેમાં ગામમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે તેમના મામલતદાર સમક્ષ જામીન લેવાયા છે.અન્ય કલમોમાં કોર્ટના ચૂકાદાઓ મુજબ નોટિસ અાપવાની કાર્યવાહી કરાઇ છે.
દલિત સંગઠને ઘાસચારો અાપ્યો
પાલનપુર તાલુકાના નળાસર ગામમાં બહિષ્કારને કારણે ઘાસચારો પણ બંધ કરી દેવામાં આવેલ હોય પશુઓ ભૂખે મરતાં હોઇ દલિત સંગઠન દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠનના પ્રમુખ દલપત ભાટીયાની આગેવાની હેઠળ ટ્રક મારફતે ઘાસચારો પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો