તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:જુનાડીસાનો પરિવાર સુરત ગયોને ચોરો 2.26 લાખના દર દાગીનાની ચોરી ગયા

પાલનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શિયાળાની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લામાં તસ્કરોનો આંતક
 • ખેતીની આવકના રૂ.એક લાખ અને દાગીના ચોરી જતાં ફરિયાદ

ડીસાના જુનાડીસા ગામના ખેડૂત અને તેમના પત્ની દીકરાને મળવા સુરત ગયા હતા. દરમિયાન તેમના બંધ ઘરના દરવાજા તોડી અજાણ્યા શખ્સે 2.26 લાખના દરદાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

જુનાડીસા ગામમાં રહેતા બાબુભાઈ રંગાજી બારોટ પોતાના દીકરા ભરતને મળવા માટે 10 નવેમ્બરે સુરત ગયા હતા. દરમિયાન 12 મીએ સવારે સાત વાગે પાડોશીનો ફોન આવ્યો કે ઘરના દરવાજાના તાળાં તૂટ્યા છે. જેને લઇ તેઓ તુરંત જુનાડીસા આવી તપાસ કરતા ઘરમાં ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. જેમાં ચોરોએ જુદી જુદી સોનાની ચીજવસ્તુઓ અને 1 લાખ રોકડ મળી કુલ 2.26 લાખની ચોરી કરી ગયા હતા. આ ઘટના બાદ બાબુભાઈ બારોટે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

પાલનપુરની ગ્રામિણ વિકાસ બેંકના તાળાં તોડી તસ્કરો રૂ.3302 રોકડની ચોરી ગયા
પાલનપુર-આબુ હાઇવે નજીક આવેલી ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામિણ બેંકમાં ગુરૂવારે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. જેમણે બેંકના રૂમોના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં ટેબલોમાં પડેલા કાગળો અસ્તવ્યસ્ત કરી નાખ્યા હતા. તેમજ એકાઉન્ટ રૂમમાં પડેલા લોખંડના કબાટમાંથી કેસ બોક્ષ કાઢી તેને તોડી અંદરથી રોકડ રૂપિયા 3302ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે બેંકના સુપરવાઇઝર જી. એમ. કુરેશીએ પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વડગામના નવાવાસમાં કરિયાણાની દુકાનમાંથી રૂપિયા 1.66 લાખની ચોરી
વડગામ તાલુકાના નવાવાસ ગામે આવેલી કરિયાણાની દુકાનના ગુરૂવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જેમણે દુકાના શટરનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાંથી રોકડ રકમ રૂપિયા 52,000 તેમજ કરિયાણાનો સર સામાન મળી કુલ રૂપિયા 1,66,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે રફીકભાઇ અબ્દુલભાઇ મોમીને વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો