તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • When A Conscious Citizen In Palanpur Approached MLA Mahesh Patel About The Grant, The MLA Said, "I Am Not Working And I Am Not Able To Do It."

વાઈરલ:પાલનપુરમાં નાગરિકે ધારાસભ્ય મહેશ પટેલને ગ્રાંટ બાબતે રજૂઆત કરી તો ધારાસભ્યએ ક્હ્યુ- 'હું કામ કરતો નથી અને કરવાનો પણ નથી'

પાલનપુરએક મહિનો પહેલા
જાગૃત નાગરિકે ધારાસભ્યને બે હાથ જોડી વિનંતી કરી
  • ધારાસભ્ય અને જાગૃત નાગરિક વચ્ચે થયેલી રકઝકનો વીડિયો વાઈરલ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કૉંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ અને એક જાગૃત નાગરિક વચ્ચે થયેલી રકઝકનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેંદ્ર બન્યો છે. જાગૃત નાગરિકે ગ્રાન્ટ ફાળવણી બાબતે રજૂઆત કરતા ધારાસભ્યએ કહ્યું હતું કે- શો બાજી નહીં કરવાની, હું કામ કરતો નથી અને કરવાનો પણ નથી.

પાલનપુર સિવિલની મુલાકાતે ગયા હતા કૉંગ્રેસના નેતાઓ
પાલનપુર સિવિલની મુલાકાતે ગયા હતા કૉંગ્રેસના નેતાઓ

કોરોના મહામારી મામલે કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા તેમજ કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો આજે જિલ્લાની સરકારી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી બાદમાં પાલનપુર સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક નેતાઓ અને અગ્રણીઓ સાથે અર્જુન મોઢવાડીયા પરિસ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા હતા. તે દરમિયાન પાલનપુરના જાગૃત નાગરિક શૈલેષ જોષીએ ધારાસભ્ય મહેશ પટેલ કોરોના મહામારી દરમિયાન જાહેરમાં દેખાયા જ ન હોવાની રજૂઆત કરી હતી.

ધારાસભ્ય અને નાગરિક વચ્ચે બોલાચાલી થઈ
ધારાસભ્ય અને નાગરિક વચ્ચે બોલાચાલી થઈ

પોતાના વિરુદ્ધ માં રજુઆત સાંભળતા જ ધારાસભ્ય મહેશભાઇ પટેલ ઉશ્કેરાઇ ગયા હતા અને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેમજ પાલનપુર જાગૃત નાગરિક શૈલેષ જોશી જાહેરમાં વિનંતિ કરતો રહ્યો જ્યારે ધારાસભ્ય મહેશ પટેલ પણ તેની સામે જવાબ આપતા 'હું કંઈ કામ કરતો નથી અને કરવાનો પણ નથી' તેવો જવાબ આપી રહ્યા હોવાના વીડિયો વાયરલ થતા આ મુદ્દો ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...