તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સરસ્વતી તાલુકામાં ઘઉંમાં વધુ એક પિયતની જરૂર, 10 માર્ચ સુધી પાણી છોડવા માંગ ઉઠી

ખારેડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વધુ એક પીયતનું પાણી મળે તો 5000 હેક્ટરમાં ઘઉંનો સારો ઉતારો થાય
 • દાંતીવાડા જળાશય યોજના હેઠ‌ળ પાણી આપવાની જાહેરાત કરાઈ હતી

સરસ્વતી તાલુકામાં આગામી 10 માર્ચ સુધી કેનાલનું પાણી આપવામાં આવે તો ખેડૂતોએ કરેલ ઘઉંનો પાકને પકવી શકાય તેમ છે. દાંતીવાડા જળાશય યોજના હેઠળ પાંચ પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પાલનપુર, ડીસા અને સરસ્વતી તાલુકાના ખેડૂતો દ્વારા નહેરથી સિંચાઇ માટે 5000 હેક્ટર વાવેતર થયું છે. તેમાં 70 ટકા ઘઉંનું વાવેતર થતાં પિયત માટે ઘઉંના વાવેતરમાં વધું પાણી આપવાં ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.

ગઢ બ્રાન્ચ કેનાલ પિયત સહકારી સંઘના પ્રમુખ અનારજી ખોડાજી ઠાકોરે જણાવ્યું હતું કે ગઢ શાખા બ્રાન્ચ કેનાલ હેઠળ પાલનપુર અને સરસ્વતી તાલુકાના ખેડૂતો દ્વારા રવિ સિઝનમાં 5000 હેકટર જેટલું ખેડૂતોએ વાવેતર કર્યું છે. તેમાં ચોમાસું પાક નિષ્ફળ જતાં ઘાસચારાની તંગી નિવારવા ખેડૂતોએ જુવારનુ વાવેતર કર્યું હતું. તે વાવેતર વાળા વિસ્તારમાં ઘઉનુ વાવેતર થતાં 70 ટકા ઘઉનુ વાવેતર થયું છે. જેથી ઘઉંના વાવેતર માટે ખેડૂતો દ્વારા એક પાણી વધારે આપવાની માગણી કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો