લોકડાઉન ઇફેક્ટ:અંબાજીમાં અઢાર દુકાનોમાં તોલમાપના દરોડા 6 વેપારી દંડાયા, કોઇ કાર્યવાહી હાથ ન ધરાતા લોકોમા અનેક તર્ક વિતર્કો ઉઠવા

પાલનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંબાજીમાં તોલમાપની ટીમે મંગળવારે 18 વેપારીઓને ત્યા દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.જેના એક વેપારી ચીજવસ્તુઓના નક્કી થયેલા ભાવ કરતા ગ્રાહક પાસેથી વધુ ભાવ વસુલતો હાથે લાગ્યો હતો.તો અન્ય 5 વેપારીઓ વજન-માપના નિયમોનો ભંગ કરતા હાથે લાગતા ટીમે કુલ 6 વેપારીઓને ઝડપીને રૂ.19 હજારનો દંડ વસુલતા અન્ય વેપારીઓમા ફફડાટ પ્રસર્યો હતો.ઉલ્લેખનીય છે કે,પાલનપુરમા તમાકુ-ગુટકાના વેપારીઓ ગ્રાહકો પાસેથી વધુ ભાવ લઇ કાળાબજાર કરતા હોવા છતા કોઇ કાર્યવાહી હાથ ન ધરાતા લોકોમા અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...