• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Waving Tricolors On The High Sankleshwari Mountain In Banaskantha, The Youth Fulfilled The Belief For The Health Of The Poor Girl Child.

બાધા પુરી કરી:બનાસકાંઠાના ઊંચા સાંકળેશ્વરી પર્વત પર તિરંગો લહેરાવી યુવાનોએ ગરીબ બાળકીના સ્વાસ્થ્ય માટેની માનતા પુરી કરી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હૃદય રોગથી પીડિત ગરીબ બાળકીના સ્વાસ્થ્ય માટે યુવાનોએ સાંકળેશ્વરી માતાજીના દર્શનની માનતા માની હતી
  • અમદાવાદની હોસ્પિટલમાં બાળકીના હૃદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું

પાલનપુરના સેવાભાવી યુવકોએ એક હૃદય રોગથી પીડિત ગરીબ બાળકીના સ્વાસ્થ્ય માટે વિરમપુર નજીક આવેલા સાંકળેશ્વરી માતાજીના દર્શનની માનતા માની હતી. ત્યારે આ બાળકી સારવારના અંતે સ્વસ્થ થઇ જતા જિલ્લાના ઉંચા સાંકળેશ્વરી પર્વત પર તિરંગો લહેરાવીને યુવકોએ માનતા પૂર્ણ કરી હતી.

પાલનપુરના જન સેવા એજ પ્રભુ સેવા ગ્રુપ અને મહિલા કલા નિધિ ટ્રસ્ટ દ્વારા છાપરા ગામની પિન્કીબેન ધ્રાંગીની પુત્રી ગંભીર બિમાર હોવાથી ગ્રુપના અહેમદભાઈ હાડાએ બીમાર બાળકીને અમદાવાદની હોસ્પિટલમાં હૃદયનું સફળ ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. બાળકીના સ્વસ્થ જીવન માટે યુવકોએ માં સાંકળેશ્વરી માતાજીની માનતા માની હતી. આ બાળકી સંપુણઁ સ્વસ્થ થઈ જતા તેણીની માનતા પૂરી કરવા તેના તંદુરસ્તમય જીવન માટે પ્રાથઁના તેમજ પ્રકૃતિપ્રેમીઓ સાથે પ્રકૃતિવંદના કરવા વિવિધ સેવાકીય 50 લોકો બનાસકાંઠા જિલ્લાના સૌથી ઉંચા પર્વત સાંકળેશ્વરી પર જઈ ત્યાં તિરંગો લહેરાવી માનતા પૂર્ણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...