તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:પાલનપુરમાં 3 દિવસ પાણી પુરવઠો બંધ રહેશે પાલિકાને વૈકલ્પિક વ્યવસ્થા કરવા જાણ કરાઈ

પાલનપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરોઈ ડેમની યોજનામાં હેડ વર્કસ ખાતે પમ્પીંગ મશીનરીની કામગીરી ચાલુ હોવાથી 10 થી 12 મી જૂન પાણી પુરવઠો બંધ

પાલનપુર શહેરને ધરોઈ આધારિત જૂથ યોજના તળે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. યાંત્રિક કામગીરીને લઈને આગામી 10 થી 12 જૂન દરમિયાન ધરોઈનું પાણી પાલનપુર શહેરને પૂરું પાડવામાં નહિ આવે. જેથી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પાલિકાને પાણી પુરવઠા બોર્ડ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

શહેરના જુદાજુદા 7 સમ્પમાં નાખી પાલનપુર નગરજનોને પૂરું પાડવામાં આવે છે. જોકે, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાલનપુર નગરપાલિકાને પત્ર લખી તાકીદ કરાઈ છે. જેમાં ધરોઈ ડેમ આધારિત પાણી પુરવઠા યોજનામાં વાવ હેડ વર્કસ ખાતે પમ્પિંગ મશીનરીના સંલગ્ન કામગીરી યાંત્રિક વિભાગ મહેસાણા દ્વારા કરવાની હોઇ આગામી તા.10 થી 12 જૂન સુધી ધરોઈ ડેમ ખાતેથી પાણી પુરવઠો બંધ રાખવામાં આવનાર છે. જેથી આ 3 દિવસ માટે પાલનપુર શહેરને આપતો ધરોઈનો પાણી પુરવઠો બંધ રહેશે. જેથી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પાલિકાને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના જાહેર આરોગ્ય અને સુખાકારી પેટા વિભાગ, પાલનપુરના નાયબ કાર્યપાલક ઇજનેરે લેખિતમાં તાકીદ કરી છે.

શહેરને જરૂર કરતાં ધરોઈનો પાણી પુરવઠો 40 થી 50 ટકા ઓછો મળતો હતો. જેના કારણે પાલિકા દ્વારા બોરથી પાણી પૂરું પડવાની ફરજ પડતી હતી. ત્યારે હવે 3 દિવસ પાણી પુરવઠો બંધ રહેતા હવે લોકોને 45 બોર પરથી પાણી પૂરું પાડવું પડશે.

ધરોઈ યોજના નો લાભ લેતા શહેરો
વિસનગર, વડનગર, ખેરાલુ, ઊંઝા,સિધ્ધપુર,પાલનપુર, કાણોદર, છાપી, દાંતા,અંબાજી

અન્ય સમાચારો પણ છે...