માંગ:પાલનપુર હાઉસિંગબોર્ડ નજીક પાણીની પાઇપલાઇન તૂટી

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર- ધનીયાણા ચોકડી માર્ગ ઉપર હાઉસીંગ બોર્ડ નજીક પાણીની પાઇપ લાઇન તૂટી જતાં રોડ ઉપર પાણી અડધો કિલોમીટર સુધી રેલાયા હતા. પાણીનો બગાડ થતો અટકાવવા માટે પાલિકા દ્વારા સત્વરે પાઇપનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

પાલનપુરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ધરોઇ જુથ યોજના તેમજ સ્થાનિક બોર દ્વારા શહેરીજનોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. જ્યાં માલણ દરવાજાથી ધનિયાણા ચોકડીને સાંકળતા માર્ગ ઉપર હાઉસીંગ બોર્ડના દરવાજા પાસે પાણીની પાઇપ લાઇન તૂટી જતાં મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઇ રહ્યો છે. સ્થાનિક રહિશ વિનોદભાઇએ જણાવ્યું કે, વહેલી સવારથી પાણી મોટા પ્રમાણમાં વેફડાઇ રહ્યુ છે. રોડ ઉપર અડધોકિલોમીરટ દુર પહોચ્યું હતુ. પાલિકા દ્વારા સત્વરે પાઇપનું સમારકામ કરવામાં આવે તેવી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...