તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નલ સે જલ:પાલનપુરમાં જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ, 13 હજારથી વધુ ઘરોમાં નળ કનેક્શન આપવાની યોજનાને મંજુરી અપાઇ

પાલનપુર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાંતા અને અમીરગઢ ટ્રાયબલ તાલુકાઓમાં છુટાછવાયા વિસ્તારમાં રહેતા લોકો માટે પાણી પહોંચાડવા પ્લાનીંગ કરાયુ
  • 81 ગામ અને પરાઓમાં આયોજન કરાયેલા 13 હજાર 475 ઘરોમા નળ કનેક્શન આપવાની યોજનાને મંજુરી અપાઇ

પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી. જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત નલ સે જલ યોજનામાં બનાસકાંઠા જિલ્લાના તમામ ગામોને સો ટકા નળ કનેક્શનથી આવરી લેવા અને બાકી રહી ગયેલા ઘરોમાં પીવાના પાણી માટે નળ કનેક્શનની સુવિધા ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લાના 81 ગામ અને પરાઓમાં પાણી સમિતિઓ દ્વારા આયોજન કરાયેલ 13 હજાર 475 ઘરોમાં નળ કનેક્શનથી પાણી આપવાની સુવિધા ઉભી કરવાની યોજનાને કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મંજુરી આપવામાં આવી હતી.

પાણીની સુવિધા માટે મંજુર કરવામાં આવેલ આ યોજનાથી 98.83 ટકા ઘરોમાં નળ કનેકશનથી પાણી આપવાની પ્રક્રિયા પૂર્ણ થશે. અગાઉ મંજુર કરાયેલ યોજનાઓ પૈકી ભાવસૂચિ વર્ષ-2021-22 મુજબ યોજનાઓ રીવાઇઝ કરી 230 ગામ અને પરાઓની યોજનાઓની સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. દાંતા અને અમીરગઢ ટ્રાયબલ તાલુકાઓમાં છુટાછવાયા વિસ્તારમાં રહેતા લોકો માટે પાણી પહોંચાડવાની યોજનાઓ અંગેનું પ્લાનીંગ કરવા તથા આગામી તા.31 જુલાઇ સુધી જિલ્લામાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે પ્રમાણે આયોજન રાખવા પાણી પુરવઠાના અધિકારીઓને કલેકટરએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...