તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પાલનપુરમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર કરતો ખાનગી હોસ્પિટલનો વોર્ડબોય ઝડપાઈ ગયો

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એસઓજીએ ઈન્જેક્શન કબ્જે લઈ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો

શનિવારે ડીસામાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરનારા આઠ શખ્સોને એલસીબી પોલીસે ઝડપી લીધા બાદ રવિવારે પાલનપુરમાંથી ખાનગી હોસ્પિટલનો વોર્ડબોયને એસઓજી પોલીસે ઇન્જેક્શનની કાળાબજારી કરતા ઝડપી લીધો હતો.ઝડપાયેલા શખ્સ સામે પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

રેમડેસિવિર ઈન્જેકશનની અછતને કારણે લોકો તેનો લાભ ઉઠાવી કાળાબજારી કરી તેનું ઊંચી કિંમતમાં વેચાણ કરી રહ્યાં છે. બનાસકાંઠા એસઓજી પીઆઇ ડી.આર.ગઢવી તથા તેમની ટીમના માણસો શનિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ‘કોરોનાની મહામારી વચ્ચે એક શખસ રેમડેસિવિર ઇન્જેકશનનું કાળાબજારમાં વેચાણ કરવા માટે માનસરોવર રોડ ડીપી ત્રણ રસ્તા પર આવનાર છે.

જે બાતમીના આધારે પોલીસે પાલનપુરના હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રહેતા અને પાલનપુર ની જી.એસ.હોસ્પિટલમાં માં વોર્ડ બોય તરીકે નોકરી કરતા સદામહુસેન રજાબભાઈ રહુમાનને રેમડેસિવિર ઈન્જેક્શન કિમત રૂ.899 તથા મોબાઇલ કિમત રૂ.5000 મળી કુલ રૂ.5899 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે પાલનપુર પૂર્વ પોલીસ મથકે સોંપાયો છે.

ઝડપાયેલો આરોપી જી.એસ. હોસ્પિટલમાં નોકરી કરે છે
આ બાબતે એસઓજી પીએસઆઇ એમ.કે.ઝાલા એ જણાવ્યું હતું કે આરોપી પાલનપુર ની જી.એસ.હોસ્પિટલમાં માં વોર્ડ બોય તરીકે નોકરી કરતો હતો. ત્યાંથી ઇન્જેક્શનને લાવી બજારમાં વેચવા ફરતો હતો ત્યારે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો