તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ પાલનપુર વોર્ડ નં-5:વોર્ડ નં. 5 : ઉભરાતી ગટરો, કચરાના ઢગલાં, ગંદકીની કાયમી સમસ્યાથી લોકોને પરેશાની

પાલનપુર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
વોર્ડ નંબર 5 ના રહીશો ગટર, સફાઈ, રોડ સહિતના પ્રશ્ને હાલાકી ભોગવી રહ્યા છે. - Divya Bhaskar
વોર્ડ નંબર 5 ના રહીશો ગટર, સફાઈ, રોડ સહિતના પ્રશ્ને હાલાકી ભોગવી રહ્યા છે.
 • બુઝૂર્ગો તો ગટરના પાણીમાં ચાલતા હતા, હવે ભૂલકાને પણ ચાલવું પડે છે

પાલનપુર પાલિકા વોર્ડ નંબર 5 પણ કોટ અંદરના વિસ્તારમાં જ આવેલો છે. જ્યાં રહિશો સાથે વર્ષોથી હળાહળ અન્યાય થઇ રહ્યો છે. તેમણે આક્રોશ સાથે જણાવ્યું હતુ કે, પાલિકાના સત્તાધીશો વ્હાલા દવાલાની નિતિ અખત્યાર કરી રહ્યા છે. ઉભરાતી ગટરો, કચરાના ઢગલાં, ગંદકીથી રહિશો ત્રાહિમામ પોકારી ગયા છે. આ અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઅાતો કરી હોવા છતાં કોઇ નક્કર કામગીરી થતી નથી.

અમારા બુઝૂર્ગો તો રસ્તા અને શેરીઓ વચ્ચે ભરાતાં ગટરના પાણી વચ્ચેથી પસાર થતાં હતા. એજ પરિસ્થિતિ આજે પણ છે. અને ભૂલકાંઓને ગટરના પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. વોર્ડમાંથી ચૂંટાયેલા સદસ્યો પણ અમારૂ કામ કરવામાં ઉણા ઉતર્યા છે. ત્યારે હવે ચૂંટણીમાં જે પણ પક્ષના નવા ઉમેદવારો વિજેતા થાય તેઓ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે.

વોર્ડ નં.5ના વિસ્તાર
ઢાળવાસ, માળીવાસ, સલાટવાસ, ગોલંદાજવાસ, જમાદારવાસ, ભકતોની લીમડી, હસેની મહોલ્લો, રાણીબાગ સોસાયટી, સીરાજીનો માઢ, ચડોખીયાવાસ, ગુપ્તાગલી, પથ્થર સડક, અંબર કુવા, રાજીફળી, રાજગઢી, મોટી બજાર, કંસારા શેરી, ખોડા લીમડા, વીરબાઇ ગેટ, નાગોરી વાસ, હુસેન ચોક, મેસરીવાસ, દેસાઇ વાસ, ટાવરરોડ, મહેતાનો માઢ, કચરૂ ફળી, ત્રણ દરવાજા, ચૌહાણ ફળી, ગંજીફળી, ચોકસીવાસ, નાનો પારેખવાસ, બહાદુરગંજ, પાધરીયાવાસ, ભંડારીવાસ, મોટી બજાર, લંગરીવાસ, વૈધવાસ, વણકરવાસ, આમલીશેરી, પંચાલવાસ, વાણીયાવાસ, નાની ખાસદારફળી, કુંજગલી, મોદીવાસ, કાજીવાસ, કોઠારીશેરી, ખુંબા પીતાંબરનો વાસ, આશાપુરી વાસ, ખારાવાસ, સિ઼ંધીવાસ, બલોચનો માઢ

સુન્નીવોરવાસમાં રોડ ખોદી દેવાયો છે
અમારા વિસ્તારના પૂર્વ નગરસેવકોએ સારૂ કામ કર્યુ છે. સુન્ની વહોરવાસ ઢાળવાસમાં સરસ આર. સી સી. રોડ બનાવ્યા હતા. જોકે, ગટરલાઇન નાંખવા માટે તે ખોદી નંખાયા છે. એક રોડ માટે પાલિકા ત્રણ ત્રણ વખતે ગ્રાંટો ફાળવે છે. જે વિચારવા જેવું છે.

સફાઇ કર્મચારીઓ આવતા જ નથી
રાજગઢી વિસ્તાર સહિત નાની બજારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જામેલા છે. સેનીટેશન વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. સવારે હાજરી પુરાવીને સફાઇ કર્મચારીઓ જતાં રહે છે. જે પરત આવતા જ નથી. તેમ સમીરભાઇ પઠાણે જણાવ્યું હતુ.

રસ્તા ઉપર ગટરના પાણી ઉભરાઇ રહ્યા છે
અમારા વિસ્તારમાં સૌથી મોટી કોઇ સમસ્યા હોય તો તે ગટરો ઉભરાવવાની છે. શેરી - મહોલ્લા તેમજ ધાર્મિક સ્થળો નજીક ગટરના ગંદા પાણી વહેતા હોવાથી દુર્ગંધ અને ગંદકીથી ત્રાહિમામ પોકારી જવાય છે. અમારા બુઝૂર્ગો પણ આવી સ્થિતિમાં મોટા થયા હતા. હવે નાના ભૂલકાઓ પણ ગટરના પાણીમાંથી પસાર થઇ રહ્યા છે.

ફૂલો- અત્તરની નગરી ગંદકીની નગરી બની ગઇ છે
અમારો વિસ્તાર નવાબીકાળમાં મુખ્ય વિસ્તાર હતો. એ વખતે ફૂલો અને અત્તરની નગરી કહેવાતી હતી. જોકે, પાલનપુર શહેરનો પૂર્વમાં વિકાસ વિસ્તાર થતાં પાલિકા દ્વારા અમારી કોઇ દરકાર લેવામાં આવતી નથી. વર્તમાન સમયે ફૂલો - અત્તરની નગરી ગંદકીની નગરી બની ગઇ છે.

જમાદારવાસમાંથી નીકળતાં નાળાની સફાઇ થતી નથી
નગરપાલિકા વોર્ડ નંબર 5માં વર્ષોથી પાયાની સુવિધાઓનો અભાવ છે. આ અંગે વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરી કરીને થાકી ગયા છીએ પરંતુ કોઇ નક્કર કાર્યવાહી થતી નથી. જમાદારવાસમાંથી નીકળતાં નાળાની સફાઇ થતી નથી તેમ યાકુબભાઇએ જણાવ્યું હતુ.

વોર્ડ નં 5ના મતદાર
પાલનપુર વોર્ડ નંબર 5માં 5240 પુરૂષો અને 4936 મહિલાઓ મળી કુલ 10176 મતદારો નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો