તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ પાલનપુર વોર્ડ નં-4:વોર્ડ નં. 4: પાલનપુરના કોટ અંદરના વિસ્તારનો આઝાદીના વર્ષો પછી પણ વિકાસ થયો નથી

પાલનપુર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
વોર્ડ નં. 4ના રહીશો ડમ્પિંગ સાઇટ સહિતની સમસ્યાઓથી ઘેરાયેલા છે. - Divya Bhaskar
વોર્ડ નં. 4ના રહીશો ડમ્પિંગ સાઇટ સહિતની સમસ્યાઓથી ઘેરાયેલા છે.
 • ઉભરાતી ગટરો, રસ્તા, ગંદકી અને ડમ્પીંગ સાઇટની મોટી સમસ્યા

પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં રહેતા લોકો નર્કાગાર વચ્ચે રહી જીવન જીવી રહ્યા છે. કોટ અંદર તરીકે ઓળખાતા આ વિસ્તારનો આઝાદી પછી વિકાસ જ થયો નથી. રહિશો આક્રોશ પૂર્વક જણાવી રહ્યા છે કે, અમારો વિસ્તાર જાણે નગરપાલિકામાં આવતો જ ન હોય તેમ પાલિકાના સત્તાધીશો દ્વારા વ્હાલા દવાલાની નિતી અખત્યાર કરવામાં આવી રહી છે. શહેરના હાર્દસમા તેમજ હાઇવે વિસ્તારોનો જે પ્રકારે ઉત્તરોત્તર વિકાસ થઇ રહ્યો છે. તેની સરખામણી કરવામાં આવે તો અમારી સાથે હળાહળ અન્યાય થઇ રહ્યો છે. અહિંયા ચૂંટાતા નગરસેવકોનું પણ નગરપાલિકામાં કંઇ ઉપજતું નથી.

ગ્રાંટો ફાળવવામાં આવતી ન હોવાથી વિકાસના કામો તો એક બાજુ રહ્યા લોકોને પાયાની જરૂરીયાતો પણ નશીબ નથી થતી. 24 કલાક ગટરો ઉભરાતી હોવાથી ગંદકી અને બદબુથી લોકો ત્રાહિમામ પોકારી જાય છે. માખી મચ્છરોના ઉપદ્રવના કારણે મોટાભાગના મકાનોમાં માંદગીના ખાટલા મંડાયેલા હોય છે. કચરના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. નિયમિત સફાઇ થતી નથી. રખડતાં પશુઓનો પણ એટલો જ ત્રાસ છે. પીવાના પાણીની સમસ્યાને લઇ મહિલાઓએ અનેક વખત નગરપાલિકામાં હોબાળા કરી માટલા ફોડ્યા છે.

પરંતુ સત્તાધીશો તેમજ સ્થાનિક નગર સેવકો ઉપર કોઇ જ અસર થઇ નથી. ત્યારે હવે નવા આવનારા નગરસેવકો આ સઘળી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવી શહેરના પશ્વિમ તરફના વિસ્તારોનો જે રીતે સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. તેવી રીતે અમારા વોર્ડનો પણ વિકાસ કરી પછાતપણાના મ્હેણાંમાંથી બહાર કાઢે તેવું અહિંના પ્રજાજનો ઇચ્છી રહ્યા છે.

ડમ્પીંગ સાઇટ મોટી સમસ્યા છે
પાલનપુર માલણ દરવાજાથી માલણ જવાના માર્ગ નજીક શહેરભરનો કચરો વર્ષોથી ઠાલવવામાં આવી રહ્યો છે. પરિણામે ગંદકીનો મોટો ડુંગર બની ગયો છે. જ્યાં મૃત પશુઓના અવશેષો પણ નાંખવામાં આવતાં હોઇ ગંદકી અને બદબૂથી આજુબાજુની સોસાયટીના રહીશોનું જીવવું દુષ્કર બની ગયું છે. તેમ મજહરભાઇ કુરેશીએ જણાવ્યું હતુ.

ઉભરાતી ગટરો માથાનો દુ:ખાવો બની છે.
અમારા વિસ્તારમાં ભૂર્ગભ ગટર લાઇન નાંખવામાં આવી નથી. પરિણામે ગંદુ પાણી માર્ગની બાજુમાં આવેલી ખુલ્લી ગટરલાઇનોમાંથી પસાર થઇ રહ્યુ છે. જેમાં કચરો ભરાઇ જતાં આ ગટર લાઇનો ઉભરાઇ રહી છે. અનેક વખત રજૂઆતો છતાં કોઇ નિરાકરણ આવતું નથી. તેમ સંજયભાઇ પરમારે જણાવ્યું હતુ.

વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે
અમારા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઇ યોજના બનાવવામાં આવી નથી. પરિણામે ચોમાસામાં ઓછી માત્રામાં વરસાદ પડે તો પણ ઠેર ઠેર પાણી ભરાઇ જાય છે. જો એક સાથે 3 થી 4 ઇંચ વરસાદ પડે તો જાહેર રસ્તાઓ નદીનું સ્વરૂપ પકડી લે છે. મહિનાઓ સુધી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ રહેતા હોઇ ખુબ જ પરેશાની ભોગવવી પડે છે. નવા નગરસેવકો આ કામને પ્રાધાન્ય આપે તે જરૂરી છે. તેમ મુનાફભાઇ વોરાએ
જણાવ્યું હતુ.

કચરાના ઢગલા કયારે ઉપડશે
અમારા વોર્ડ નં. માં નિયમિત સફાઇ થતી જ નથી. પરિણામે ઠેર- ઠેર કચરાના ઢગલા જામે છે. કચરો સડતાં અંદરથી ભયંકર બદબૂ આવે છે. જેના કારણે રોગચાળો પ્રસરી છે. લોકો માંદગીમાં સપડાય છે. કચરાના ઢગલા ક્યારે ઉપડશે તે અણિયાળો પ્રશ્ન રહિશોને સતાવી રહ્યો છે. તેમ સંજયભાઇ પરમારે જણાવ્યું હતુ.

રસ્તાના કોઇ ઠેકાણા નથી
અમારા વોર્ડમાં હાલમાં જ માલણ દરવાજાથી બારડપુરાને સાંકળતો રસ્તો ખોદી નાંખવામાં આવ્યો છે. પરિણામે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વોર્ડના અન્ય જુદાજુદા વાસમાં પણ રસ્તાના કોઇ ઠેકાણા નથી. તેમ મુમતાજબેન નાગોરીએ જણાવ્યું હતુ.

આઝાદી પછી કોઇ વિકાસ થયો જ નથી
આઝાદી પછી પાલનપુરનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. જોકે, અમારા વોર્ડ પ્રત્યે વ્હાલા દવાલાની નિતી અખત્યાર કરવામાં આવી રહી છે. પાયાની જરૂરીયાતો ઉપલબ્ધ કરાવવામાં આવી ન હોઇ રહિશો ભારે મુશ્કેલી વચ્ચે રહે છે. તેમ પ્રકાશભાઇ દેવીપૂજકે જણાવ્યું હતુ.

વોર્ડ નંબર 4ના વિસ્તાર
કમાલપુરા, જનતાનગર, દિલ ખુશાલ બાગ, પોલિટેકનિક કોલેજ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મફતપુરા, પરપોટા વાસ, અંબર સોસાયટી, બાબીવાસ,વ્હોરવાસ, છુંવારા ફળી, સલેમપુરા, ફોરેસ્ટ કોલોની, ગેસ ગોડાઉન, ગોકુલ નગર, પ્રજાપતિ છાત્રાલય, બ્રહ્મપુરી સોસાયટી, બ્રહ્માણી આશ્રમ, શુભ લક્ષ્મી સોસાયટી, રામપુરા પ્રાથમિક શાળા, અંબર સોસાયટી, હરિજનવાસ, વણકરવાસ, ધોબીવાસ, રબારીવાસ, વાણીયાવાસ, સુથાર માળી વાસ, નગારચી વાસ, કુંભારવાસ, મહંમદી વ્હોરવાડ, પટણી નગર, મુસલાવાસ, જવાહર નગર, દરજીવાસ, ભાવસારવાસ,

12046 મતદારો
પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં. 4માં 6154 પુરૂષ અને 5892 સ્રીઓ મળી કુલ 12046 મતદારો નોધાયા છે. ગત 2015ની ચૂંટણીમાં 5205 પુરૂષ અને 4734 મહિલાઓ મળી 9939 મતદારો હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો