તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં. 2માં બ્રાહણવાસ, ભાગ્યોદય સોસાયટી, લક્ષ્મણ ટેકરી સહિત નગરપાલિકા કાર્યાલયની આસપાસના મહત્વના વિસ્તારોમાં રોડ સફાઇ સહિત વિકાસની કામગીરી કરવામાં આવી છે. જોકે, હરિપુરા સહિતના પછાત વિસ્તારોમાં રસ્તા, પાણી અને સફાઇના મુદ્દે રહિશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં.2માં આવેલા ઐતિહાસિક માન સરોવર તળાવના બ્યુટીફિકેશન અને વિકાસ માટે નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો છે.
પરંતુ આયોજન અને નક્કર કામગીરીના અભાવના કારણે તમામ ખર્ચ પાણીમાં ગયો છે. આ વિસ્તારમાં આવેલા હરિપુરામાં અગાઉ રાજીવ ગાંધી આવાસ યોજના માટેના મકાનો માટે જમીન ફાળવાઇ હતી. પરંતુ કોર્પોરેટરો પાલિકાના જ કેટલાક હિતશત્રુઓના કારણે આ યોજના માલણ દરવાજા વિસ્તારમાં ખસેડાતા બચાવી શક્યા નથી.
વોર્ડનં 2માં સમાવિષ્ટ વિસ્તાર
નગરપાલિકા કાર્યાલય, લક્ષ્મણટેકરી, ભાગ્યોદય સોસાયટી, વર્ધમાન કોમ્પલેક્ષ, આંબાવાડી પ્રા. શાળા, જામબાઇ વાડી, રિધ્ધિ સિધ્ધિ ફલેટ, શિવમ સોસાયટી, સરદાર પટેલ માર્કેટ, અશોક સોસાયટી, શિવમ સોસાયટી, રામ ટેકરી, બ્રાહ્મણવાસ, આસોપાલવ સોસાયટી, હરિપુરા, ભીલવાસ, અમીરબાગની વાડીઓ, એફ. સી. આઇ વિભાગ, માન સરોવર તળાવ, રેલવે કવાર્ટસ સહિત ખેતર વિસ્તાર.
રહીશોની પ્રતિક્રિયા,રજૂઆતો ગમે તેટલી કરો કામ થતું નથી
1. પાલનપુરમાં નવાબી સમયના ઐતિહાસિક માન સરોવર તળાવનું બ્યુટીફિકેશન અને વિકાસ કરવા માટે નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમાં કોઇ નક્કર આયોજન કે કામ ન થતાં તળાવ અત્યારે પણ ગંદુ- ગોબરૂ છે. નવા આવનારા નગરસેવકોએ આ કામને પ્રાધાન્ય આપવું જોઇએ. કિરીટભાઇ પટેલ (નગરપાલિકા કાર્યાલય પાસે)
2.અમારા વિસ્તારમાં રોડ, સફાઇનો કોઇ પ્રશ્ન નથી. જોકે, લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં જાહેર શૌચાલય આવેલું ન હોવાથી આજુબાજુના વેપારીઓને મુશ્કેલીઓ પડી રહી છે. નવા નગરસેવકો આ અંગે વિચારે એ ઇચ્છિનીય છે.પિન્ટુભાઇ રાવલ (લક્ષ્મણ ટેકરી)
3. શહેરભરના ગંદા પાણીનો નિકાલ માન સરોવર તળાવમાં કરવામાં આવી રહ્યો છે. જે પાણી તળાવમાંથી ઉભરાઇને હરિપુરામાં આવેલા અમારા મકાનો આગળથી પસાર થાય છે. ગંદકી અને મચ્છરોથી બારેમાસ રોગચાળો રહે છે. કિશનભાઇ વાઘેલા (હરિપુરા)
4.અમારા વોર્ડમાં નગરપાલિકા વિસ્તારમાં પાકા રોડ રસ્તા, નિયમિત સફાઇ કરવામાં આવે છે. જોકે, અમારા વિસ્તારમાં ન રસ્તાના ઠેકાણા છે કે સફાઇના. ખેમીબેન બાવરી (હરિપુરા)
5. નિયમિત સફાઇ થાય છે. સીસીરોડ પણ છે. જોકે, રખડતાં પશુઓ અંગે વારંવાર રજૂઆત કરી છે. પરંતુ કોઇ નિરાકરણ આવતું નથી.સંગીતાબેન જોષી (બ્રાહ્મણવાસ)
6.માવજત હોસ્પિટલની પાછળની ખુલ્લી જમીનમાં ગંદુ પાણી ભરાઇ રહે છે. જેના નિકાલ માટે અવાર - નવાર રજૂઆતો કરી છે. પાલિકામાં જઇ હોબાળા કર્યા છે. પરંતુ પ્રશ્નનો કોઇ ઉકેલ આવ્યો નથી. ગાયત્રીબેન પઢિયાર (કોલેજ કમ્પાઉન્ડ)
7. રખડતાં પશુઓનો ખુબ ત્રાસ છે.અગાઉ મહેશભાઇ નામના યુવકને શિંગડું મારતાં ગંભીર ઇજાઓ થઇ હતી. સ્થાનિક નગરસેવકોને રજૂઆતો કરી હતી.પરંતુ કામ થયું નથી.પ્રકાશભાઇ દેસાઇ (આંબાવાડી)
8. નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અમારા વિસ્તાર પ્રત્યે વ્હાલા - દવાલાની નિતિ અખત્યાર કરી છે. અહીંયા કોઇ વિકાસના કામો થયા જ નથી.કરશનભાઇ ભીલ (ભીલવાસ)
9. ગઇ વખતે ચૂંટણીમાં ઉભા રહેલા નગરસેવકોએ અમારા વિસ્તારમાં પ્રચાર વખતે અનેક વચનો આપ્યા હતા. પરંતુ ચૂંટાયા પછી ભાગ્યેજ અહિંયા જોવા મળ્યા છે.ઘનશ્યામભાઇ ઓડ (ઓડવાસ)
10. પાલનપુરના કિર્તિસ્તંભ વિસ્તારમાં અનેક દુકાનો આવેલી છે.જોકે,અહીંયા જાહેરમાં એકપણ શૌચાલય ન હોવાથી બહાર ગામથી આવતા લોકો એમાં પણ ખાસ કરીને મહિલાઓને મુશ્કેલીઓ પડી રહી છે.નવા આવનારાનગરસેવકો આ કામને પ્રાધાન્ય આપે તે.ભગવાનભાઇ પટેલ (કિર્તિસ્તંભ)
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.