તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતના સમાચાર:પાલનપુર સિવિલમાં હવે વેઇટિંગ ઘટ્યું, રવિવારે 2 કલાકમાં 2 દર્દીને પ્રવેશ મળ્યો

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલમાં 108ની લાઇન હવે જોવા નથી મળતી. - Divya Bhaskar
સિવિલમાં 108ની લાઇન હવે જોવા નથી મળતી.
  • અગાઉ 4 દિવસે પ્રવેશ મળતો હતો હવે સમય ઘટ્યો

પાલનપુર સિવિલ... સવારે 10 વાગ્યા છે. દર્દીને દાખલ કરવા સિક્યુરિટીને પૂછ્યું તો તેણે ચોપડો બતાવ્યો અને કહ્યું આ નંબર પર ફોન કરો, હવે ચોપડામાં નામ નંબર નથી લખતા. જે નંબર અપાયો તેને ફોન કર્યો કોઈ બહેને ઉઠાવ્યો, પૂછતાં સામેથી જવાબ આવ્યો કે "હમણાં જગ્યા નથી, 110મો નંબર છે. ફોન કર્યા બાદ સિવિલમાં 10-15 વાગે 108 દર્દીને લઈને આવી. તેમને ટ્રોમા વોર્ડમાં ભરતી કરી દેવાયા. 11 વાગે વધુ એક 108 મહિલા દર્દીને લઈને આવી અને તેમને પણ ઓક્સિજન બેડ મળી ગયો. સિવિલની અંદરની સ્થિતિમાં પણ પોઝિટિવ બદલાવ આવી ગયો છે.

અગાઉ સિવિલમાં નર્સિંગ સ્ટાફ સતત માનસિક તણાવ અને દોડાદોડીમાં જોવા મળતો હતો. જ્યારે રવિવારે બપોરે કેટલાક ગંભીર દર્દીઓના વોર્ડને બાદ કરતાં સ્થિતિ સામાન્ય હતી. 108ના કર્મીએ જણાવ્યું કે, અગાઉ 4 દિવસે પ્રવેશ મળતો હતો હવે 2 દિવસ અગાઉ જે પેશન્ટને લાવ્યા હતા એને 2 દિવસ બાદ ફોન કરીને બોલાવ્યો હતો.

ટ્રોમામાં દાખલ થરાદના દર્દીના સગાએ જણાવ્યું કે, અમે 6 દિવસ પહેલાં નામ લખાવ્યું હતું, ત્રણ દિવસ બાદ પેશન્ટને લઈ પૂછવા આવ્યા તો બેડ ખાલી હતો અને અમને આપી દીધો. જીએનપી ટ્રસ્ટના ચેરમેન પી.જે. ચૌધરીએ કહ્યું કે, હાલ ઓક્સિજન બેડ ખાલી નથી પણ ક્રિટિકલ દર્દી હોય તો બેડ ઉભો કરીને પણ જીવ બચાવવા પ્રયાસ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...