હત્યા:પાલનપુરના વગદાની પરિણીતાએ આડાસંબંધમાં નડતાં 3 વર્ષિય પુત્રને ઝેર ખવડાવી લાશને દફનાવી

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં સ્થાયી થયેલા પતિએ ફરિયાદ નોધાવતાં સ્મશાનમાંથી મૃતદેહ કાઢી PM અર્થે ખસેડ્યો
  • પતિએ શંકાના આધારે પૂછતાછ કરતાં પ્રેમી સાથે પુત્રને આઇસ્ક્રીમમાં ઝેર ખવડાવ્યું છતાં કોઈ અસર ન થતાં ફરી ચણાના શાકમાં ઝેર આપી હત્યા કરી હોવાનું કબુલ્યું

પાલનપુર તાલુકાના વગદા ગામનો પરિવાર અમદાવાદ ધંધાર્થે સ્થાયી થયો હતો. જ્યાં પરિણીતા અન્ય શખ્સના પ્રેમમાં પડી હતી. જેમાં 3 વર્ષનો પુત્ર આડખીલી રૂપ બનતો હોઇ ઝેર ખવડાવી હત્યા કરી સમગ્ર ઘટના ઉપર ઢાંક પીછોડો કરી પુત્રના મૃતદેહને સાસરી વગદામાં લાવી સ્મશાનમાં દફનવિધી કરી હતી. જોકે,તેના પતિએ શંકાના આધારે પૂછતાછ કરતાં તેણી ભાંગી પડી હતી. હકીકત બહાર આવતાં પતિએ પત્ની સામે અમદાવાદ કોટડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદની પોલીસ ટીમ શુક્રવારે વગદા આવી પાલનપુર મામલતદાર સાથે રહી યુવીનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો.

વગદા ગામના અજયભાઇ જેઠાભાઇ પરમારના લગ્ન 10 વર્ષ અગાઉ જ્યોતિબેન સાથે થયા હતા. જેઓ અમદાવાદમાં દરજી કામનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતાં હતા. લગ્ન જીવન દરમિયાન 3 વર્ષિય પુત્ર યુવી છે. જોકે, તેમની પત્ની જયોતીબેનને અન્ય શખ્સ સાથે આંખ મળી જતાં પુત્ર આડખીલી રૂપ બનતાં કાંટો કાઢવા માટે પતિની જાણ બહાર ચણાના શાકમાં ઝેર આપી દીધુ હતુ. પુત્રની તબિયત ખરાબ થયાનું બહાનું કર્યુ હતુ. દરમિયાન યુવીનું મોત થતાં તેના મૃતદેહને સાસરી વગદા ગામે લાવી દફનવિધી કરી દીધી હતી. જોકે, પરિવારજનોને શંકા જતાં તેમણે જ્યોતિબેનની કડક પૂછતાછ કરતાં તેણી ભાંગી પડી હતી. આ અંગે અજયભાઇએ અમદાવાદ શહેર કોટડા પોલીસ મથકે તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમી સાથે મળી પુત્રને ઝેર ખવડાવ્યું
મૃતક બાળકના દાદા જેઠાભાઇ હિરાભાઇ પરમારે જણાવ્યું કે પૌત્રની સ્મશાનમાં દફનવિધી કરી ઘરે આવ્યા પછી મનમાં શંકા ગઇ હતી કે, યુવી સાજો અને તંદુરસ્ત હતો. તો પછી મોત કેવી રીતે થયું આથી પરિવારજનોએ તેની માતા જ્યોતિની કડક પૂછતાછ કરતાં તેણે કબુલ્યું કે, અન્ય શખ્સ સાથે સંબંધ હોવાથી તેની સાથે જવા માંગતી હતી.જેમાં તેણે અને તેના પ્રેમીએ યુવીને પ્રથમ આઇસ્ક્રીમમાં ઝેર ખવડાવ્યું હતુ.જેની અસર ન થતાં ફરી ચણાના શાકમાં ઝેર આપી હત્યા કરી હતી. તેને અન્ય શખ્સ સાથે જવું હતું તો પુત્રને અમારી પાસે મુકીને જવું હતુ. પૌત્રને મારી નાંખવાની શી જરૂર હતી.

અન્ય સમાચારો પણ છે...