મતદાન:પાલનપુર માર્કેટ યાર્ડની 16 ડિરેક્ટરોની ચૂંટણી માટે મતદાન કરાયું, કાલે મતગણતરી હાથ ધરાશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટયાર્ડમાં વહેલી સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યાં
  • ભાજપ પ્રેરિત બે પેનલોના 32 ઉમેદવારો મેદાનમાં

બનાસકાંઠાના પાલનપર માર્કેટયાડમાં 16 ડિરેક્ટરો માટેની આજે શનિવારે ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ભાજપ પ્રેરિત બે પેનલોના 32 ઉમેદવારો મેદાનમાં છે. જેને લઈને વહેલી સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યાં છે. આજે મતદાન પૂરું થયા બાદ આવતીકાલે રવિવારે મતગણતરી હાથ ધરાશે.

ભાજપની બન્ને પેનલ આમને-સામનેબનાસકાંઠા જિલ્લાના પાલનપુર માર્કેટયાડની આજે શનિવારે 16 ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ખેડૂત વિભાગના 10, વેપારી વિભાગના 4 અને ખરીદ વેચાણ વિભાગના 2 ડિરેક્ટરોની ચૂંટણી માટે કુલ 32 ઉમેદવારો મેદાને છે. માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન ફતા ધારીયા અને પૂર્વ ચેરમેન સોમા પટેલની પેનલો આમને-સામને ચૂંટણી લડી રહી છે. જે બન્ને પેનલો ભાજપ પ્રેરિત પેનલો હોવાથી ચૂંટણીમાં રસાકસી જોવા મળી રહી છે.

આવતીકાલે મતગણતરીચૂંટણીને લઈ આજે શનિવારે વહેલી સવારથી જ અનેક ખેડૂત મતદાતાઓ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરવા માર્કેટયાડ પહોંચ્યાં હતા. મોટી સંખ્યામાં ઉમટેલા મતદાતાઓ સાંજે 5 વાગ્યા સુધી મતદાન કર્યું હતું. ત્યાર બાદ તમામ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં કેદ થઈ જશે. ચૂંટણીને લઈને વર્તમાન ચેરમેન ફતાભાઈ ધારીયા અને પૂર્વ ચેરમેન સોમાભાઈ પટેલ બન્ને પોતાની પેનલના જીતના દાવાઓ કરી રહ્યા છે. જોકે, આવતીકાલે મતગણતરી બાદ જ પરિણામ સ્પષ્ટ થશે. મતદાતાઓ પરિવર્તનની વાત કરનારા પૂર્વ ચેરમેન સોમાભાઈ પટેલને માર્કેટયાડની સતા સોંપે છે કે વર્તમાન ચેરમેન ફતાભાઈ ધારીયાના શિરે ફરીથી માર્કેટયાડના ચેરમેનનો તાજ આપે છે તે આવતીકાલે પરિણામ બાદ સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...