સુધારણા:આજે 2611 મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી ચૂંટણી સંદર્ભે તેમજ તા.1/1/2022ના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારોના નામ મતદાર યાદીમાં દાખલ થાય તેમજ ડેટામાં રહેલી ભૂલો સુધારવા સહિતની કામગીરી માટે સમગ્ર જિલ્લામાં આવેલા 2611 મતદાન મથકો પર તા.14, 21, 27 અને 28 નવેમ્બર, 2021ના દિવસોમાં રોજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે.

ચૂંટણી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે" આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તા. 1/1/2022ના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારોના નામ મતદાર યાદીમાં દાખલ થાય તથા ડેટામાં રહેલી ભૂલો સુધારવી, મતદારોના કલર ફોટા મેળવવાં, મતદાર યાદીમાં રહેલ ક્ષતિઓ સુધારવા, એકથી વધુ વખત નામ હોય તો તે દૂર કરવાં, લાયક મતદારોના નામ મતદાર યાદીમાં નોંધવાના રહી ગયેલ હોય તો તે દાખલ કરવાં, સ્થળાંતર કરી ગયેલા મતદારોની ખરાઇ કરવી વગેરે છે.

મતદાર યાદીમાં સુધારા કે નોંધણી માટે સવારે 10થી સાંજે 5 વાગ્યા દરમિયાન બી.એલ.ઓ.નો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ઓનલાઇન પણ સુવિધા આપવામાં આવી છે. વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ ડાઉનલોડ કરીને પણ અરજી કરી શકાય છે. તેમજ www.voterportal.eci.gov.in અને www.nsvp.in વેબસાઈટ પણ સુવિધા ઉપલબ્ધ છે."

અન્ય સમાચારો પણ છે...