તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાન જાગૃતિ:બનાસકાંઠા જિલ્લામાં મતદાર જાગૃતિ માટે ગેસ બોટલ પર મતદાન જાગૃતિના સ્ટીકર લગાવાયા

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક

મતદાર લોકશાહીનો રાજા છે. લોકશાહીને મજબુત બનાવવા દરેક વ્યક્તિ મતદાન કરે એ જરૂરી છે. આ હેતુને સાકાર કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં SVAP (State voters Awareness Programme) કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

આગામી તારીખ 28 ફેબ્રુઆરી-2021ના રોજ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમ નોડલ ઓફીસર તરીકેની કામગીરી સંભાળી રહેલા મુકેશભાઇ ચાવડાના આયોજન મુજબ મતદારોને જાગૃત કરવા ચૂંટણી વિસ્તારોમાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. મતદાનનો સંદેશો ગૃહિણીઓ સુધી પહોંચે અને મહિલાઓ પણ લોકશાહીના પર્વમાં ભાગીદાર બને તે માટે ભારત ગેસ એજન્સી પાલનપુર ખાતે ગેસ બોટલ પર મતદાતા જાગૃતિના સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મતદારો મતદાન કરે તે માટે વિવિધ સ્લોગનના સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હતાં.

વિવિધ ગેસ એજેન્સીઓ દ્વારા ગેસ વપરાશ કરતાં ગ્રાહકોને ગેસ બોટલની હોમ ડીલીવરી કરવામાં આવે છે. જે મારફતે મતદારોને જાગૃત કરવાનો એક સફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાલનપુર ખાતેની ધરતી ગેસ એજેન્સીના માલિક કિરણ પટેલે મતદાર જાગૃતિના આ કાર્યમાં સહયોગ આપી વધુમાં વધુ બોટલ પર સ્ટીકર લગાવવામાં આવશે તેની ખાતરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ શિક્ષક ગંગારામ પટેલ અને સાહિલ સિન્ધી દ્વારા કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો