કાર્યક્રમ:પાલનપુરની આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ ખાતે મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહી મતદાનને લગતા સવાલ-જવાબ કર્યાં
  • કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ચૂંટણીકાર્ડ કઢાવી લેવા અપીલ કરી
  • કાર્યક્રમમાં પ્રાંત ઓફિસ પાલનપુરથી નાયબ મામલતદાર આશા પટેલ ઉપસ્થિત રહ્યાં

બનાસકાંઠા ડિસ્ટ્રિકટ કેળવણી મંડળ સંચાલિત આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુરના એનએસએસ યુનિટ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહી મતદાનને લગતા સવાલ-જવાબ કર્યાં હતાં. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવવા માટે પ્રાંત ઓફિસ પાલનપુરથી નાયબ મામલતદાર આશા પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.

કાર્યક્રમ અંતર્ગત કોલેજના પ્રિન્સિપાલ ડો. વાય.બી.ડબગરે મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે દરેક વિદ્યાર્થીઓને ચૂંટણીકાર્ડ કઢાવી લેવા જણાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન બાબતે કોલેજના મતદાર એમ્બેસેડર જીગ્નેશ ગૌસ્વામી અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર પ્રા. આર.ડી.વરસાતે ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...