તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડની આશંકા:પાલનપુરમાં પુરવઠા માલગોડાઉનમાં વિજિલન્સની ટીમના 4 દિવસથી ધામા

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
12 થી 15 કર્મીઓની ટીમો દ્વારા રેકર્ડ ચકાસણી ચાલી રહી છે. - Divya Bhaskar
12 થી 15 કર્મીઓની ટીમો દ્વારા રેકર્ડ ચકાસણી ચાલી રહી છે.
 • કૌભાંડની આશંકાને પગલે તંત્ર દ્વારા રેકોર્ડ તપાસવાની કામગીરી હજુ ચાલુ
 • ઘઉં,ચોખા સહિત સરકારી અનાજના કટ્ટાની ગણતરી હાથ ધરાઈ

પાલનપુરના પુરવઠા માલ ગોડાઉનમાં વિજિલન્સ ટીમના પાછલા 4 દિવસથી ધામા નાખીને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે. પાલનપુર પુરવઠા શાખાની ટીમ ઉપરાંત ગાંધીનગર ટીમની પણ મદદ લેવાઇ છે. જુદા જુદા તથ્યોના આધારે ચાર દિવસથી રેકોર્ડ તપાસવાની કામગીરી જારી છે. સમગ્ર તપાસનો 2 દિવસમાં રિપોર્ટ ગાંધીનગર સબમિટ કરાશે.

ગરીબોનું અનાજ બારોબાર સગેવગે થતું હોવાની આશંકાના પગલે રાજ્ય સરકારના નિયંત્રણમાં વિજિલન્સ તપાસ ચાર દિવસ પૂર્વે શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કેટલીક ક્ષતિઓ સામે આવતા તમામ બાબતોનું ગંભીરતાપૂર્વક તમામ રેકોર્ડ ચકાસવામાં આવી રહ્યું છે. તેમજ પાછલા પાંચથી છ મહિનામાં પુરવઠા માલ ગોડાઉન માં આવેલા જથ્થાની તપાસ કરવામાં આવી રહી છે ઉપરાંત જથ્થાને નિભાવતા રેકોર્ડ સાથે ઓનલાઇન મેળવણું કરવા માટે ગાંધીનગર એક્સપર્ટ ટીમની પણ મદદ લેવાઈ છે. આ અંગેની વિગતો આપતા જિલ્લા પુરવઠા અધિકારી સુધેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે "હાલમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ છે કે કેમ તે કહી શકાય નહીં. જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી કંઈ પણ કહેવું વહેલું કહેવાશે."

દુકાનદારોની તપાસ થાય તેવી શકયતા
પાલનપુરના પુરવઠા માલ ગોડાઉનમાં દર મહિને અંદાજિત 15,000 ઘઉં ચોખા સહિતના અનાજની બોરીનો જથ્થો આવે છે. જે જથ્થો સરકાર દ્વારા એડવાન્સમાં મોકલવામાં આવતો હોય છે. ટ્રાન્સપોર્ટર દ્વારા સસ્તા અનાજની દુકાનો સુધી આ જથ્થો પહોંચાડવાનો હોય છે જેમાં એક સાથે તમામ જથ્થો આપતા નથી એવી ફરિયાદો ઉઠતી રહે છે. જેથી જે દુકાનોમાં ઓનલાઇન ફાળવણી દર્શાવાઈ હોય અને હકીકતમાં જથ્થો ઉતાર્યો ન હોય જેથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવે તેવો શકયતા છે.

ટ્રાન્સપોર્ટર એજન્સી સામે શંકાની સોય
પાલનપુરમાં પુરવઠામાં ગોડાઉનમાં ખાનગી એજન્સીને ઇજારો આપવામાં આવેલો છે જેઓ માલ ગોડાઉનથી સસ્તા અનાજની દુકાન સુધી માલ પહોંચાડવાનું કામ કરે છે. તેવામાં રૂટ તૈયાર કરનાર સ્ટાફની સીડીઆર તપાસ કરવામાં આવેતો સમગ્ર પગેરું સામે આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો