તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીંછ સહેલગાહે:માઉન્ટ આબુમાં જાહેર રસ્તા પર બે રીંછ મસ્તી કરતા હોવાનો વીડિયો વાયરલ

પાલનપુર8 દિવસ પહેલા
  • બંને રીંછ ગેલમાં આવી જતા જાહેર રસ્તા પર જોવા મળ્યા

માઉન્ટ આબુમાં હાલ આંશિક લોકડાઉન હોવાથી સહેલાણીઓ આવતા ન હોવાથી માઉન્ટ સૂમસામ ભાસી રહ્યું છે. જાહેર રસ્તાઓ પર જંગલી પ્રાણીઓ જોવા મળે છે.

માઉન્ટ આબુમાં જાહેર રસ્તા પર બે રીંછ મસ્તી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

બંને રીંછ ગેલમાં આવી જતા જાહેર રસ્તા પર જોવા મળ્યા

રાજસ્થાનના મુખ્ય હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાલ લોકડાઉન હોવાથી સહેલાણીઓ આવતા ન હોવાથી માઉન્ટ સૂમસામ ભાસી રહ્યું છે. જાહેર રસ્તાઓ પર જંગલી પ્રાણીઓ જોવા મળે છે. માઉન્ટ આબુની આસપાસ વિશાળ જંગલ વિસ્તાર આવેલો હોવાથી અનેક જંગલી પ્રાણીઓ મોટા પ્રમાણમાં છે. અને ઘણીવાર ખોરાક અને પાણીની શોધમાં માઉન્ટ આબુના રહેણાક વિસ્તારમાં તો ક્યારેક હોટેલમાં ઘૂસી જતા તેવા અગાઉ બનાવો બન્યા છે.

બે રીંછ ના બચ્ચાઓ જાહેર માર્ગ પર સહેલગાહે નીકળ્યા

માઉન્ટના સ્થાનિક લોકો માટે આ નજારો સહેલો છે. પરંતુ સહેલાણીઓ માટે કુતૂહલ પેદા કરનાર હોય છે. હાલ કોરોનાને લઈ સમગ્ર રાજસ્થાનમાં આંશિક લોક ડાઉન લાદવામાં આવેલો હોવાથી માઉન્ટ આબુ પણ સહેલાણીઓ વિના સૂમસામ રસ્તાઓનો ફાયદો હાલમાં જંગલના જાનવરો ખૂબ ઉઠાવી રહ્યાં છે. આજે બે રીંછ ના બચ્ચાઓ જાહેર માર્ગ પર સહેલગાહે નીકળી પડ્યા હતા. તેવો વીડિયો વાયરલ થયો હતો. અને વાયરલ વીડિયો માઉન્ટ આબુનો માનવામાં આવે છે. માઉન્ટ ના અધ્ધર દેવી રોડ પર બંને રીંછ ગેલમાં આવી જતા એકમેક સાથે મસ્તી કરતા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. અને આ નજારાનો વીડિયો વાયરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...