તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોલનાકા પર બબાલ:માઉન્ટ આબુમાં ગુજરાતના પ્રવાસીઓની લુખ્ખી દાદાગીરી, મારામારી અને ગાળાગાળીનો વીડિયો વાઈરલ

પાલનપુરએક મહિનો પહેલા
  • ટોલનાકાના કર્મચારીઓ સાથે મારામારી થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
  • ટોલ ભરવા મામલે ઉગ્ર બોલાચાલી થયા બાદ છુટા હાથની મારામારી થઈ

માઉન્ટ આબુના ચુંગી ટોલ નાકા પર ગુજરાતના પ્રવાસીઓ અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે થયેલી છુટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ટોલનાકા પર ગુજરાતના પ્રવાસીઓએ કરેલી બબાલનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ટોલનાકાના કર્મચારીઓ અને પ્રવાસીઓ વચ્ચે બોલાચાલી
ટોલનાકાના કર્મચારીઓ અને પ્રવાસીઓ વચ્ચે બોલાચાલી

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં ગુજરાત પાસિંગ કારમાંથી ઉતરેલી ત્રણ યુવતીઓ અને તેની સાથે રહેલા યુવકો ટોલનાકાના કર્મચારીઓ સાથે ટોલ બાબતે રકઝક કરતા જોવા મળી રહ્યા છે. આ રકઝક એટલી ઉગ્ર બને છે કે એક યુવતી ટોલનાકાના કર્મચારીઓને જોઈ લેવાની ધમકી આપતી જોવા મળે છે. આ જ સમયે અહીં એકઠા થયેલા કેટલાક યુવકો અને યુવતીઓ સાથે મળી ટોલનાકાના કર્મચારીઓને ફટકારે છે અને અપશબ્દો બોલતા પણ સંભળાઈ રહ્યા છે.

પ્રવાસીઓ અને ટોલનાકાના કર્મચારી વચ્ચે મારામારી
પ્રવાસીઓ અને ટોલનાકાના કર્મચારી વચ્ચે મારામારી

વાત આટલેથી ના અટકી અને યુવક-યુવતીઓ સાથે મળી ટોલનાકાની ઓફિસમાં પહોંચી જાય છે. અહીં પણ એક યુવક સાથે મારામારી કરવામા આવી રહી છે. તો કેટલાક યુવકો અપશબ્દો બોલતા પણ સંભળાઈ રહ્યા હતા. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા એક વીડિયોમાં એક યુવતી માફી માગતા પણ જોવા મળી રહી છે. ગુસ્સામાં સમગ્ર બનાવ બન્યો હોવાનો સ્વીકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...