તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:પાંથાવાડા પંચાયતના વિકાસના કામના ભ્રષ્ટાચારના આક્ષેપનો વીડિયો વાયરલ

પાંથાવાડા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2019-20 ના કામ ઓનલાઇન પર બોલે છે પંરતુ સ્થળ પર થયા નથી

પાંથાવાડા પંચાયતના રૂ.56,27,867 ના વિકાસના કામ માત્ર ઓનલાઈન દર્શાવેલ છે. પંરતુ સ્થળ પર થયેલ નથી. તેવા આક્ષેપો કરતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ટોક ઓફ ધી ટાઉન બનેલ છે. પાંથાવાડા પંચાયત દ્વારા 2019-20 ના 14માં નાણાં પંચમા ગામના વિકાસ માટે રૂ.56,27,867 રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી.

તે ભારત સરકારની વેબસાઈટ ઈ-ગ્રામ સ્વરાજ ભારત સરકાર પર સ્થળ અને રકમ સાથે કામ થયેલ બતાવેલ છે પંરતુ પાંથાવાડા ગ્રામ પંચાયત દ્વારા સ્થળ પર કોઇ પ્રકારનું કામગીરી થયેલ નથી. તે માટે ગામના જાગૃત નાગરિક રમેશભાઈ ચૌધરી, સુધીરસિંહ ગોહિલ તેમજ રણછોડભાઈ રાજગોર છેલ્લા 3 દિવસથી ઓનલાઈન વેબસાઈટ પરથી પ્રિન્ટ કાઢી કુલ 14 કામની સ્થળ નિરિક્ષણ કરતાં તેમાં માત્ર 4 કામ પંચાયત દ્વારા કરાયેલા છે અને 10 માત્ર ઓનલાઈન છે. તે અંગે સ્થળ પર 3 જણ દ્વારા વિડીયોગ્રાફી કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી રૂ.40 લાખના વિકાસના કામમાં ગેરરીતિ કરવાનો ગંભીર આરોપ લગાવેલ છે.

આ અંગે રમેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘રૂ.40 લાખના વિકાસના કામના નાણાં ક્યાં ગયા તે મોટો સવાલ છે. અમે તાલુકા વિકાસ અધિકારી પાસે આરટીઆઈ દ્વારા માહિતી માગેલ છે પંરતુ હજી સુધી માહિતી મળેળ નથી.’ આ અંગે પાંથાવાડા પંચાયત સદસ્ય હંસાભાઈ ગોવલાણીએ જણાવ્યું હતું કે ‘કામ થયેલ નથી. ઓનલાઈન કામ બતાવેલ છે એની જોગવાઈ બાકી જ છે. ટૂંક સમયમાં થશે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો