તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નશામાં ઇધર ચલા વો ઉધર ચલા:પાલનપુરના દારૂ પીધેલા પોલીસ કર્મીનો વીડિયો વાઇરલ, ધોળા દિવસે દારૂ પીને લવારી કરતા નજરે ચડ્યા

પાલનપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ધોળે દિવસે નશામાં ચૂર પોલીસ કર્મી નરેન્દ્રસિંહનો વીડિયો એક સ્થાનિકે ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો - Divya Bhaskar
ધોળે દિવસે નશામાં ચૂર પોલીસ કર્મી નરેન્દ્રસિંહનો વીડિયો એક સ્થાનિકે ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો
 • દારૂ પીને લવારી કરતો શખ્સ જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે
 • વર્દીમાં નશામાં ચકચૂર પોલીસ કર્મીનો વીડિયો સ્થાનિકોએ કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો
 • પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહનો વીડિયો હોવાનું સામે આવ્યું

બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલતો હોય છે. ત્યારે બુટલેગરો તો ઠીક હવે પાલનપુરમાં પોલીસ જવાનો પણ સરાજાહેર દારૂના નશામાં લવારી કરતા જોવા મળી રહ્યાં છે. પાલનપુરમાં ધોળા દિવસે દારૂ પીને લવારી કરતા પોલીસનો વીડિયો વાઈરલ થયો છે. નશામાં ધૂત આ શખ્સ જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.

નશો કરીને રસ્તામાં બેફામ લથડીયા ખાતા પોલીસ કર્મી વીડિયોમાં કેદ થયા
નશો કરીને રસ્તામાં બેફામ લથડીયા ખાતા પોલીસ કર્મી વીડિયોમાં કેદ થયા

નશામાં ચકચૂર પોલીસનો વીડિયો વાઈરલ
પાલનપુર શહેરના ગોબરી રોડ વિસ્તારમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતાં નરસિંહજી રાવ દારૂના નશામાં જાહેર માર્ગ પર લથડિયા ખાતાં જોવા મળ્યા હતા. એક પાનનાં પાર્લર પાસે નરસિંહરાવ નામનો કોન્સ્ટેબલ દારૂના નશામાં જોવા મળતાં સ્થાનિકોએ તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. તેવામાં અત્યારે એક તરફ નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે બીજી તરફથી નશામાં ચકચૂર પોલીસના વાઈરલ થયેલા વીડિયોએ ચર્ચાનું જોર પકડી લીધું છે.

સ્થાનિકે તેમના નેમટેગ સહિતનો વીડિયો બનાવીને વાઈરલ કરી દેતા ચર્ચાનો વિષય બન્યો
સ્થાનિકે તેમના નેમટેગ સહિતનો વીડિયો બનાવીને વાઈરલ કરી દેતા ચર્ચાનો વિષય બન્યો

વીડિયોની પુષ્ટીબાદ આગળ કાર્યવાહી કરાશે
આ ઘટના ઉપર પાલનપુરના એ.એસ.પી સુશીલ અગ્રવાલે જણાવ્યુ હતું કે, તેઓ વાઈરલ થયેલા વીડિયોની પુષ્ટિ કર્યા પછી આગળ કાર્યવાહી હાથ ધરશે. જોકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ મુદ્દે હજુ સુધી કોઈ જ પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો