તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:પાલનપુરમાં કોરોના દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલોને વેન્ટીલેટર લોન પર અપાશે, કલેક્ટરે નિર્ણય લીધો

પાલનપુર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેન્ટીલેટ માટે હોસ્પિટલોએ પોર્ટલ પર માંગણી કરવાની રહેશે: કલેક્ટર આનંદ પટેલ
 • 50 બેડની સુવિધાવાળા તમામ આરોગ્ય કેન્દ્રોમાં 10 બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે

કોરોના સંક્રમણની બીજી લહેરમાં સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણને કાબુમાં લેવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે રાત- દિવસ અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સંદર્ભે પાલનપુર મુકામે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કોવિડ કોર કમીટીની બેઠક યોજાઇ હતી.

બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલોને જરૂરીયાત મુજબ તંત્ર દ્વારા વેન્ટીલેટર એક અઠવાડિયા માટે લોન પર આપવામાં આવશે. વેન્ટીલેટર પર રહેલ દર્દીની સ્થિતિ ગંભીર હોય તેવા કિસ્સામાં વેન્ટીલેટર વાપરવાનો સમયગાળો પણ વધારી આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલોએ વેન્ટીલેટર મેળવવા માટે પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી માંગણી કરવાની રહેશે.

આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે કોવિડ કેર સેન્ટર અને કોવિડ હેલ્થ સેન્ટર પર ભાર મુકતાં કલેકટરે જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં લોકો હોમ આઇસોલેશનમાં રહી ઘરમાં જ સારવાર લઇ રહ્યાં છે તેવા લોકો ઘરના અન્ય સભ્યોને પણ સંક્રમણ ફેલાવી શકે છે. આ સંક્રમણ ફેલાતું અટકાવવા માટે તાલુકા મથકો અને મોટા ગામના સેન્ટરો પર 50 બેડની સુવિધાવાળા તથા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સંલગ્ન નજીકની સરકારી શાળા કે જાહેર સંસ્થામાં 10 બેડની સુવિધાવાળા કોવિડ કેર સેન્ટર શરૂ કરી કાર્યરત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, આ કોવિડ કેર સેન્ટરોમાં દાખલ થનાર વ્યક્તિને અનુભવી ર્ડાક્ટર, નર્સની દેખરેખ હેઠળ પ્રાથમિક સારવાર અને દવાની વ્યવસ્થા તથા કોઇ દર્દીની સ્થિતિ બગડે તેવા સંજોગોમાં વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત કોવિડ હેલ્થ સેન્ટર કે કોવિડ હોસ્પિટલમાં રિફર કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે. તેમણે કહ્યું કે, દરેક તાલુકામાં કોવિડ હેલ્થ સેન્ટર અને કલસ્ટર કક્ષાએ કોવિડ કેર સેન્ટર બનાવવા માટે સંબંધિત પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને કમીટીની રચના કરવામાં આવેલી છે. તેની રોજે રોજ મીટીંગ કરી આ કામગીરીને વધુ અસરકારક બનાવવા સુચના આપી હતી.

કલેકટરે વઘુમાં કહ્યું કે, જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજનની પાઇપલાઇન નાંખવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી દર્દી નારાયણની સુવિધાઓમાં વધારો કરીએ. આગામી શુક્ર, શનિ અને રવિવારના રોજ આરોગ્યની ટીમો દ્વારા જિલ્લાના તમામ ગામોમાં સઘન સર્વેલન્સ શરૂ કરવામાં આવશે. સઘન સર્વેલન્સ દરમ્યાન આરોગ્યની ટીમો ઘેર ઘેર ફરીને તાવ, શરદી, ખાંસી કે ઉધરસવાળા દર્દીઓને અલગ તારવી સારવાર અને દવા આપશે. આ માટે રૂટ બનાવી રૂટના સુપરવાઇઝરો અને ગામના સરપંચશ્રીઓ પણ લોકોને દવા પહોંચાડવામાં મદદરૂપ બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો