તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃતિ આવી:પાલનપુરમાં કોરોનાની ચેન તોડવા શાકભાજી અને ફળોની લારીવાળાઓએ ઓનલાઈન પેમેન્ટ લેવાનું શરૂ કર્યું

પાલનપુર3 મહિનો પહેલા
  • સરકારી ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ લોકોના સંપર્કમાં પણ ન અવાય - મહેશભાઈ, શાકભાજીવાળા

બનાસકાંઠા જિલ્લામા કોરોનાની બીજી લહેરમાં દિનપ્રતિદિન કોરોના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સંક્રમણની ચેન તોડવા અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યાં છે. જેને લઇ કોરોના સંક્રમણ ઘટાડી શકાય તેવા વેપારીઓ અને તંત્ર દ્વારા યથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે પાલનપુર શહેરમાં એક શાકભાજીવાળાએ સરકારી ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઓનલાઇન પેમેન્ટથી શાકભાજી અને ફળોનું વેચાણ કરે છે.

ઓનલાઇન પેમેન્ટથી શાકભાજી અને ફળો વેચાણ કરી રહ્યાં છે

પાલનપુર શહેર હાલ સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યું છે. જેને લઈ પાલનપુર શહેરમાં કોરોના સંક્રમણની ચેન તોડવાના વેપારીઓ તેમજ તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. પાલનપુર શહેરમાં સ્વયંભૂ બંધના પગલે જીવન જરૂરિયાત આવશ્યક ચીજવસ્તુઓ ચાલુ રાખવાનું નિર્ણય કરવામાં આવે છે. જેમાં પાલનપુર શહેરમાં મહેશભાઈ શાકભાજી વાળાએ કોરોનાની બીજી લહેર સામે લડવા પોતાની શાકભાજી અને ફળોની લારી પર લોકોનો સંપર્ક કર્યા વિના ઓનલાઇન પેમેન્ટથી શાકભાજી અને ફળો વેચાણ કરી રહ્યાં છે.

હું પણ કોરોના સામે સુરક્ષિત રહેવું છું.

શાકભાજી વાળા મહેશભાઈએ જણાવ્યું હતું કે ઓનલાઈન પેમેન્ટનું સાત આઠ મહિનાથી ચાલુ છે. પણ મે વચમાં બંધ કરી દીધુ હતું. પરંતુ હાલ કોરોનાની બીજી લહેર જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી લોકોના સંપર્કમાં આવ્યા વિના હું ઓનલાઇન પેમેન્ટથી શાકભાજી તેમજ ફળોનું વેચાણ કરું છું. જેથી કરીને લોકો પણ સુરક્ષિત રહે અને હું પણ કોરોના સામે સુરક્ષિત રહેવું છું. શાકભાજી ખરીદનાર પ્રકાશ ભાઈ વૈષ્ણવે જણાવ્યું હતું કે હાલ શાકભાજીવાળા ભાઈ જે ઓનલાઇન પેમેન્ટનું કરે છે. તે ખૂબ જ કોરોના સામે મહત્વનું છે. જેથી કરીને લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા વિના શાકભાજી તેમજ ફાળો ખરીદી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...