તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય પ્રવૃતિ:વેડંચા હાઈસ્કૂલ કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીને મદદ કરશે

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફી, યુનિફોર્મ, ચોપડા તેમજ બુટ-મોજાના સહિતની ચીજવસ્તુ અપાશે

પાલનપુર તાલુકાના વેડંચા ગામમાં કાર્યરત હાઇસ્કૂલના સંચાલક મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેતાં કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર તમામ વિદ્યાર્થીઓની ફી માફ કરવા સાથે ધોરણ-12 સુધીનો શૈક્ષણિક ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી એક ઉમદા અને અન્ય શાળાઓ માટે પ્રેરણાત્મક જાહેરાત કરી હતી.

કોવિડ 19 અંતર્ગત કોરોના વાયરસની બીજી લહેરમાં બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે પાલનપુર તાલુકાના વેડંચા ગામની હાઈસ્કૂલના સંચાલક અને ટ્રસ્ટીઓ દ્વારા વર્તમાન કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર તમામ બાળકોને ધોરણ-9 માં ફી નો એક પણ રૂપિયો લીધા વિના પ્રવેશ આપવા સાથે ધોરણ 12 સુધી ફી સહિત બુટ, ગણવેશ, પુસ્તકો સહિતની જરૂરી વસ્તુઓ આપી

આ વિદ્યાર્થીઓને દત્તક લેવાનો વેડંચા ગામે આવેલ મંડળ સંચાલિત રામાબેન ગણેશભાઈ મોર, અમૃતલાલ ઉત્તમચંદ સંઘવી, અમૃતલાલ વાડીલાલ સંઘવી તેમજ કમળાબેન અમૃતલાલ સંઘવી દ્વારા નવીન પ્રવેશ મેળવનાર અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાના દાતા દ્વારા માતા-પિતાની છત્ર છાયા ગુમાવનાર વિદ્યાર્થીઓને મદદ કરવાનો સરાહનીય નિર્ણય કર્યો હોવાનું વેડંચા હાઈસ્કૂલના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.આ નિર્ણયને સૌએ આવકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...