વિરોધ:બ.કાં.ની 840 પંચાયતોના વીસીઈએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

પાલનપૂર/ડીસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાના 550 થી વધુ VCE ઓપરેટરોએ મંગળવારે માંગો ન સ્વીકારાતા કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. - Divya Bhaskar
બનાસકાંઠાના 550 થી વધુ VCE ઓપરેટરોએ મંગળવારે માંગો ન સ્વીકારાતા કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.
  • બનાસકાંઠા જિલ્લાના 550 જેટલા VCE વિવિધ માંગોને લઈને વિરોધ કર્યો

બનાસકાંઠા જિલ્લાના ગ્રામ પંચાયતના VCEની વિવિધ માંગણીઓ ના સંતોષાતા મંગળવારે 550 જેટલા ઓપરેટરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા અને 100 થી વધુ સેવાઓ ઈ-ગ્રામ પંચાયતમાં આપનારા વી.સી.ઈ.ઓ મંગળવારે ગ્રામ પંચાયતોમાં ફરજ દરમ્યાન કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બનાસકાંઠાની 840 ગ્રામ પંચાયતોના 550 ઉપરાંત વી.સી.ઈ.ઓ. પોતાની વિવિધ માંગોને લઇ ફરજ દરમ્યાન કાળી પટ્ટી ધારણ કરી હતી.

સરકારમાં અવાર નવાર રજુઆતો કરવા છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો તેમાં પી.પી.પી. મોડલ રદ કરવાની પણ તેમની માંગ ઉઠી છે.આ બાબતે VCE ના પ્રમુખ રામસીંગ ચૌહાણએ જણાવ્યું હતું કે રાજ્યમંડળના આદેશ મુજબ અમે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો અમારી માંગો નહીં સ્વીકારાય તો આદેશ મુજબ કાર્યક્રમ આપતા રહીશું.

VCE ની માંગો
સરકારના 240દિવસ ના નિયમ મુજબ અમલ કરી કાયમી કરવા, ઈ ગ્રામ રદ કરી સરકારી ધારા ધોરણ લાગુ કરી પગારધોરણ અમલવારી કરી કાયમી કરવા, VCE ને વર્ગ-3 નો દરજ્જો આપી સરકારી કર્મચારી જાહેર કરવા, તમામ VCE ને સરકારી લાભો આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...