તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:વાવના ધારાસભ્યની ગૃહમંત્રીને પત્ર લખી લવ મેરેજ કાયદામાં સુધારો લાવવા માંગ

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

સમાજમાં લવ મેરેજના કીસ્સાઓ વધી રહ્યા છે. જેને લઇ વાવના ધારાસભ્યએ ગૃહમંત્રીને પત્ર લખી લવ મેરેજ કરવા માંગતી દિકરીએ વાલીની સહી, સંમતિ લેવા સહિતના અનેક સુધારા લવ મેરેજ કાયદામાં કરવા રજૂઆત કરી હતી. લવ મેરેજ કાયદામાં 18 જ વર્ષની દિકરી પોતે જેની સાથે લગ્ન કરવા હોય તેની સાથે કરી શકે છે. આ કાયદાનો લાભ લઇને જે લોકોને સમાજમાં કે અન્ય સમાજમાં તેને કોઇ દિકરી આપતું નથી.

આવા ગુન્હાહિત માનસિકતા ધરાવતા તેમજ સમાજમાં બદનામીની છાપ ધરાવતાં લોકો દિકરીઓને લોભ, લાલચ, પ્રલોભન આપી તેની નાદાનીનો તથા તેની ભોળપણનો લાભ ઉઠાવીને દિકરીઓના મા-બાપ, સગા-વ્હાલા અને સમાજને અંધારામાં રાખી ભગાડી લઇ જઇને કાયદાનો ઉપયોગ કરી લગ્ન બીજા જિલ્લામાં જઇને કરે છે. લવ મેરેજ કરનાર દિકરી અંતે પસ્તાય છે અને તે પોતાના પરિવારમાં આવી શકતી નથી અને અંતે આપઘાત કરે છે.

આમ જે દિકરી લવ મેરેજ કરવા માંગતી હોય તે તેના માતા-પિતા અથવા વાલીની સંમતિ અને સાક્ષીમાં તેમની સહિ લેવામાં આવે તે હાલના સમયની માંગ છે. આ અંગે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખી લવ મેરેજ કાયદામાં સુધારો કરી સમાજ વ્યવસ્થામાં મદદ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો