મંચ પરથી મર્યાદા જાળવી:સામાજિક પ્રથા અને વડીલોની મર્યાદા જાળવવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લાજ કાઢી ભાષણ આપ્યું

પાલનપુર14 દિવસ પહેલા
પોતાના સાસરીમાં ગેનીબેન ઠાકોરે મર્યાદા જાળવી
  • દિયોદરના કોતરવાડા ગામે ગેનીબેન ઠાકોરનું સાસરું હોવાથી ઘૂંઘટમાં ભાષણ આપ્યું
  • વડીલો બેઠા હોવાથી સમાજની સામાજીક પ્રથા જાહેર મંચ પરથી જાળવી

બનાસકાંઠામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દિયોદરના કોતરવાડા ગામે ગેનીબેન ઠાકોરની સાસરી હોવાથી અહીં લાયબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે સમાજની સામાજિક પ્રથા અને વડીલોની મર્યાદા જાળવવા જાહેર મંચ પર ઘૂંઘટમાં ભાષણ આપતાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

ગેનીબેન ઠાકોરનો ફાઇલ ફોટો
ગેનીબેન ઠાકોરનો ફાઇલ ફોટો

વડીલોની મર્યાદા ધારાસભ્યએ જાળવી
સામાન્ય રીતે અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં લોકો સામાજિક રીતરિવાજ અને પરંપરાને આજે પણ એટલું જ મહત્વ આપે છે. દિયોદર તાલુકાના કોતરવાડા ગામે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના હસ્તે લાઇબ્રેરીનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ કોતરવાડા ગામ ગેનીબેન ઠાકોરની સાસરી હોવાથી કાર્યક્રમની સાથે સાથે વડીલોની મર્યાદા અને પરંપરા પણ ધારાસભ્યએ જાળવી હતી.

આ જાહેર કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે ઘૂંઘટમાં જ ભાષણ આપ્યું હતું. આમ ઘૂંઘટમાં ભાષણ આપી તેમણે સામાજિક રીતરિવાજ, પરંપરા અને વડીલોની મર્યાદા જાળવી હતી ઘૂંઘટમાં ધારાસભ્યએ આપેલો ભાષણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...