ધારાસભ્યની અપીલ:વાવનાં ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, 15 માર્ચથી બંધ થનાર નર્મદાનું પાણી ચાલુ રાખવા રજૂઆત કરી

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો તેમજ પશુપાલકોની કફોડી બનતી સ્થિતિને જોઈ પાણી ચાલુ રાખવા માંગ

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને આગામી તારીખ 15 માર્ચથી બંધ થનારા નર્મદા કેનાલનું પાણી ચાલુ રાખવા પત્ર લખી રજૂઆત કરી છે. ખેડૂતો તેમ જ પશુપાલકોની હાલત કફોડી બનતી જોઈ તેમણે પાણી ચાલુ રાખવા વિનંતી કરી છે.

સરહદી વિસ્તાર વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આગામી તારીખ 15 માર્ચથી બંધ થનાર નર્મદાનું પાણી ચાલુ રાખવા પત્ર લખી રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે વાવ વિસ્તારમાં 15 માર્ચ 2022થી નર્મદાનું સિંચાઇ માટેનું પાણી ખેડૂતોને આપવાનું બંધ કરવામાં આવશે તેવો સરકારના જેતે વિભાગ દ્વારા 2 માર્ચ 2022ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે વાવ સહીત આજુબાજુના વિસ્તારમાં ચોમાસાની સિઝન પણ નિષ્ફળ ગયેલી છે. ખેડૂતોને પશુધન માટે ઘાસચારાની ખૂબ જ મોટી અછત ઉભી થાય તેમ છે. જેથી ખેડૂતો તેમજ પશુપાલકોને ધ્યાનમાં રાખીને નર્મદાનું પાણી એપ્રિલ 2022 સુધી ખેડૂતોને ખેતી અને પશુધન માટે ચાલુ રાખવામાં આવે તેવી ગેનીબેન ઠાકોરે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...