તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બનાસકાંઠા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જિલ્લો જાહેર કરી અથવા નિયમો પ્રમાણે પશુઓને ઘાસચારો લોકોને રોજગારી અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા માંગ કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં ભાભર વાવ સુઈગામ તાલુકાની જનતા ચાલુ વર્ષે સમગ્ર જિલ્લામાં મોટા ભાગના તાલુકામાં વરસાદ નથી જે વિસ્તાર નર્મદા કમાન્ડ એરિયામાં આવે છે તે વિસ્તારમાં છેલ્લા જૂન મહિનાથી કેનાલ રિપેરીંગ કામના કારણે કેનાલ બંધ છે. ખેડૂતોએ અમુક એરિયામાં સામાન્ય વરસાદ આવ્યો ત્યારે મોંઘા ખાતર અને તેના ખર્ચ કરી વાવેતર કર્યા છે. પાછળથી વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ ગયો છે.

બનાસકાંઠા જિલ્લા કોઈ તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પણ નથી પરિણામે ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી પશુધન પણ નિભાવવો મુશ્કેલ છે. ઘાસચારો બિલકુલ નથી આવી પરિસ્થિતિને ધ્યાને લઇ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી તાલુકા દીઠ સર્વે કરાવીને કેનાલ રિપેરીંગ થઈ ગઈ છે. ત્યાં નર્મદાનું પાણી ચાલુ કરાવો અને સર્વ કરાવીને બનાસકાંઠા જિલ્લાને અછત ગ્રસ્ત જિલ્લો જાહેર કરી અછતના નિયમોને પ્રમાણે ઘાસચારો લોકોને રોજગારી પીવાના પાણીની વ્યવસ્થા કરવા ગેનીબેન ઠાકોરે સરકાર પાસે પત્ર લખી માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...