તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાની ગ્રાન્ટમાંથી રૂ. 1 કરોડના ખર્ચે છાપીમાં ઓક્સિજન રિફીલિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 કે.એલ. ક્ષમતા વાળા ઓક્સિજન રિફીલિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ
  • ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સીએમ રૂપણીને દરેક તાલુમાં પ્લાન્ટ બનાવવા વિનંતી કરી

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે જિલ્લા સહિત વડગામ તાલુકાના અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે જિલ્લામાં ઓક્સિજનની યોગ્ય વ્યવસ્થાના અભારે લોકોને ઓક્સિજન માટે દરદર ભટકવું પડ્યું હતું. જોકે હવે છાપીમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરતાં સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરી હતી અને ધારાસભ્યનો આભાર માન્યો હતો.

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઓક્સિજન માટે અનેક લોકોએ હોસ્પિટલમાં વલખાં માર્યા હતા ત્યારે કોરોનાની ત્રીજી લહેરની પણ શક્યતા સેવાઈ રહી છે. ત્યારે આજે વડગામ તાલુકાના છાપી પીએચસી ખાતે 13 કે.એલ.ની ક્ષમતા સાથેના ઓક્સિજન રિફીલિંગ પ્લાન્ટનું લોકાર્પણ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અનેક સમાજના આગેવાનોની ઉપસ્થિતમાં કર્યુ હતુ. જેમાં આ પ્લાન્ટ થકી દરરોજ 750થી 800 સિલિન્ડર રિફિલ થશે. જેના કારણે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વડગામ સહિત જિલ્લાને સરળતાથી ઓક્સિજન મળી રહેશે.

વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, કોરોના એ દેશ અને દુનિયામાં ઉત્પાત મચાવ્યો છે વૈશ્વિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગુજરાત અને દેશમાં આપણે લગભગ 40થી 45 લાખ લોકોના જીવન ગુમાવ્યા એમ એક મહત્વનું પરિબળ એ હતું કે, ઓક્સિજ ઉપલબ્ધ ન હતો એક બાજુ દેશની સરકાર પારલામેન્ટમાં છડે ચોક એવુંકે કે એક પણ માણસનું ઓક્સિજના અભાવે કોરોનામાં મૃત્યુ થયું નથી જ્યારે દોડ મહિના ઓ આપનો સૌ નાગરિકો અનુભવ એવો છે.

ઓક્સિજની એક બુંદ માટે ભારત નો એક એક નાગરિક તરસ તો હતો આ પરિસ્થિતિ જોઈ મત વિસ્તાર વડગામ છાપી પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં મારી ગ્રાન્ટમાંથી એક કરોડ ખર્ચે ગુજરાતના સૌથી મોટા ઓક્સિજ પ્લાટનું લોકાર્પણ સર્વધર્મ સંભાવની ભાવના સાથે સર્વ સમાજના આગેવાનોની ઉપસ્થિતમાં રોજ 750થી 800 રિફિલ કરવાની કેપેસિટી વાળો રોજ 250થી 300 દર્દીઓને દરોજ મળી રહે એક ભવ્ય ઓક્સિજ પ્લાન્ટને વડગામ બનાસકાંઠા ગુજરાતની જનતાને હું અર્પણ કરું છે,એક અપક્ષના ધારાસભ્ય તરીકે હું કરી શકું તો વિજય રૂપણી સાહેબને હાથ જોડી ને વિનંતી કરું છું દરેક જિલ્લામાં દરેક તાલુકામાં આપ પણ આ કરી શકો.

અન્ય સમાચારો પણ છે...