સર્ટીફીકેટ ફરજિયાત:પાલનપુરની સરકારી કચેરીઓમાં વેક્સિનના સર્ટીફીકેટ ફરજિયાત બનાવતા અરજદારો રસી લેવા લાગ્યા

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરની કલેકટર કચેરી મામલતદાર કચેરી પ્રાંત કચેરી નગરપાલિકા અને જિલ્લા પંચાયતની કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ ફરજિયાત બનાવતા જુદી જુદી રજૂઆત અને ફરિયાદ માટે આવતા અરજદારો હવે વેકસીન લેવા લાગ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

આ અંગે જિલ્લા આરસીએચ ઓફીસર ડો. જીગ્નેશ હરીયાણી એ જણાવ્યું હતું કે આરોગ્યની ટીમ દ્વારા હાલ ઘરે ઘરે જઈને વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં સરકારી કચેરીઓમાં જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેના લીધે કેટલાક લોકો હવે સામે ચાલીને વેકસીન લેવા માટે આવી રહ્યા છે. જિલ્લા પંચાયત કચેરીમાં દિવસના 100થી 150 અરજદારો દિવસ દરમિયાન જુદા જુદા કામ અર્થે આવતા હતા તેઓ હવે વેકસીનનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરાવવા મથી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...