તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:વેક્સિનેશન દસ દિવસથી 10થી 11 હજાર હતું જે હવે 30 % ઘટ્યું

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છેલ્લા બે દિવસથી 7થી 8 હજારને રસીના ડોઝ આપવામાં આવ્યા

સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનની માંગ તીવ્ર બનતા રાજ્યકક્ષાએથી ફાળવાતા વેક્સિનના જથ્થામાં કાપ મૂકવામાં આવ્યો છે. સ્થિતિ એ છેકે જિલ્લામાં કોવિશિલ્ડ અને કોવેકસીનનો જથ્થો રોજ 10થી11 હજાર અપાતો હતો જે બે દિવસમાં 30 % ઘટ્યું છે. પાછલા બે દિવસથી 7થી 8 હજારને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. શુક્રવારે બનાસકાંઠા જિલ્લામાં વેક્સિનેશન સાઈટ પર 67 લોકેશન પર ડોઝ માટે ઓનલાઈન બુકીંગ કરાયા હતા. જોકે સીમિત માત્રામાં જ ડોઝ હોવાથી 6,366 લોકોનેજ ડોઝ આપી શક્યા હોવાનું સામે આવ્યું હતું. જિલ્લામાં અત્યાર સુધી 10.74 લાખ વેકસીનેશનમાં 8.25 લાખ લોકોએ પ્રથમ અને 2.49 લાખ લોકોએ બીજો ડોઝ મેળવ્યો છે.

જેમાં પાછલા કેટલાક દિવસોથી વેકસીનનો જથ્થો ઓછો આવતા લોકોને વધુ સાઇટ બુકીંગ માટે ઓપશન ન મળતા હેરાન થઈ રહ્યા છે. શહેરના કલ્યાણ સોસાયટી વિસ્તારમાં રહેતા યુવકએ જણાવ્યું હતું કે "અમે છેલ્લા ત્રણ દિવસથી સ્લોટ બુકિંગ કરવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ પાલનપુર સીટી ના અર્બન વન અને ટુ કેન્દ્રોમાં ખતમ થઇ ગયેલા હોય છે જેથી બુકિંગ થઇ શકતું નથી. પોલીસ હેડકવાર્ટરમાં રૂબરૂ જઈને આવ્યા પરંતુ એ લોકો ઓનલાઈન બુકિંગ વગર વેકસીન આપવાની ના પાડે છે. અમારા પાડોશીને 84 દિવસ કરતાં વધુ દિવસો થયા પરંતુ નજીકમાં કેન્દ્ર ન હોવાથી લેવા કેવી રીતે જવું તે સમજાતું નથી."

ક્રમશ: વેકસીન ઘટ્યું

22 જૂને10,111
23 જૂન10,798
24 જૂને11,850
25જૂને6,705
27 જૂને10,943
28 જૂને8,233
29 જૂને10,267
30 જૂને10,876
1 જુલાઈ8,464
2 જુલાઈ7,177
3 જુલાઈ6,366
અન્ય સમાચારો પણ છે...