• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vaccination Survey Involves Invalid Aadhaar Card, Where People Under The Age Of 18 Bring Election Card, Proof Of Identity Is Required.

પરેશાની:વેક્શિનેશનના સર્વેમાં આધારકાર્ડ અમાન્ય, 18 વર્ષથી નાની ઉંમરના લોકો ચૂંટણીકાર્ડ ક્યાંથી લાવે, ઓળખનો પુરાવો જરૂરી છે.

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠાની 34 લાખ વસતી પૈકી 4.92 લાખ લોકોને વેક્શિન આપવાની કામગીરી કરવામાં આવશે. જોકે હાલમાં તમામ લોકોના ઓળખના પુરાવા માટે આધારકાર્ડને માન્ય ગણવામાં આવ્યું નથી. જેથી ડેટા એકત્રિત કરવામાં આરોગ્ય કર્મીઓને પરસેવો પડી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ત્રણ દિવસીય રાજ્ય વ્યાપી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠામાં આગામી બુધવાર સુધીમાં 4.92 લાખ વેક્સિન લાભાર્થીઓના ડેટા એકત્રિત થશે. જે તમામ ડેટા અપલોડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જોકે આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ એટલા માટે વધી ગઈ છે કે કારણ કે આરોગ્ય વિભાગ પાસે અગાઉથી જ મેળવેલા આધારકાર્ડ ઉપલબ્ધ છે.

પણ હાલના સર્વેમાં ઓળખના પુરાવા માટે ચુંટણીકાર્ડ, પાનકાર્ડ, મનરેગા જોબકાર્ડ કે બેન્ક પાસબુક પૈકી કોઈ એક ફરજીયાત બનાવાયું છે. જેથી આરોગ્ય કર્મીઓને ચૂંટણીકાર્ડ મેળવવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. આ તમામ ડેટાને જિલ્લાની દરેક પીએચસીમાં બેસીને સબમિટ કરવામાં આવશે. આ અંગેની વિગતો આપતા જિલ્લા આર.સી.એચ અધિકારી ડો. જીગ્નેશ હરીયાણીએ જણાવ્યું હતું કે " ડેટા સબમિટ કરવા માટે સમગ્ર જિલ્લાની હેલ્થ ટીમનો ઉપયોગ કરવામાં આવશે. પ્રત્યેક પીએચસીમાં 4 હજાર વેક્સિનેશન લાભાર્થીઓના ડેટા માટે 10 શિક્ષક તેમજ આરોગ્યનો સ્ટાફ કામગીરી હાથ ધરશે. જે આગામી બુધવાર સાંજ સુધીમાં આ કામ પૂર્ણ કરી દેવામાં આવશે.

ફ્રન્ટલાઈન વોરિયર્સનો ડેટા અપલોડ કરાયો
જિલ્લા પંચાયત સ્થિત આરસીએચ કચેરીમાં આઠ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ડેટા એન્ટ્રીનું કામ કરાવવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધી 13 હજાર હેલ્થ વર્કર અને 30 હજાર ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનો ડેટા અપલોડ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...