રક્ષા કવચ:આજથી 5 દિવસ સ્કૂલોમાં વેક્સિનોત્સવ

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે જિલ્લામાં 631 સ્કૂલ અને 21 આઇટીઆઈમાં 90,890છાત્રોને સુરક્ષિત કરવા કો-વેક્સિન અપાશે,શાળાએ ન જતા 67 હજાર છાત્રોને 5 દિવસ બાદ ઘરે વેક્સિન અપાશે

વૈશ્વિક મહામારી કોરોના સામે રક્ષણ મેળવવા માટે બનાસકાંઠા જિલ્લાની સ્કૂલમાં ભણતા ધોરણ 10 થી 12 ના તેમજ આઇટીઆઇમાં અભ્યાસ કરતા 15 થી 18 વર્ષની આયુના કિશોર કિશોરીઓને આજથી વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત થશે. બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગે એક ટીમ 100 વિદ્યાર્થીઓને વેકસીન આપે તે પ્રકારની વ્યવસ્થા કરી છે. જેને લઇ પાંચ દિવસનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

આ અંગેની વિગતો આપતા ડિસ્ટ્રિક્ટ આર.સી.એચ ઓફિસર ડો. જીગ્નેશ હરીયાણીએ જણાવ્યું હતું કે " 3 થી 7 તારીખ સુધી શાળાઓમાં વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે. જેને લઇ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે સોમવારે 900થી વધુ ટીમો 90,890, મંગળવારે 56,806 બુધવારે 22,723 ગુરુવારે 34,084 અને શુક્રવારે 22,723 વિદ્યાર્થીઓને કો-વેક્સીનનો પ્રથમ ડોઝ આપશે.

પાંચ દિવસ સુધી શાળાઓમાં વેક્સિન અંગેની કામગીરી કર્યા બાદ શનિવારથી 67000 કિશોરોને અર્બન હેલ્થ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર અને ઘરે ઘરે ફરીને વેક્સિનના ડોઝ અપાશે." તો બીજી તરફ કેટલીક શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે " આરોગ્ય વિભાગના કર્મીઓ માટે અલગ રૂમ ફાળવ્યો છે જ્યાં વેકસીનેશન કામગીરી સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવશે. વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ આરોગ્યનો સ્ટાફ હાજર રહેશે. જે વિદ્યાર્થીઓને ઘરે જવું હશે તેમને રસી લઈને ઘરે જવા દેવાશે.આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણને લઈ સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...